મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ પોલીસની સ્કીમ

06 February, 2019 12:25 PM IST  | 

મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ પોલીસની સ્કીમ

અમદાવાદ શહેર પોલીસની ટ્રાફિકની અનોખી ડ્રાઈવ

અમદાવાદીઓને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત કરવા માટે અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયાસ કરી રહી છે. જેના માટે ટ્રાફિક પોલીસના જવાનોએ તેમના બેન્ડ સાથે સરઘસ પણ કાઢ્યું અને લોકોને સંદેશો આપ્યો.

અમદાવાદ ટ્રાફિક પોલીસે કાઢ્યું સરઘસ



મેમો બતાવો, હેલ્મેટ પર ડિસ્કાઉન્ટ મેળવો
અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા અનોખી ઑફર પણ આપી છે. જો તમે હેલમેટ પહેર્યા વગર પકડાશો અને તમને મેમો મળશે તો અને તે મેમો લઈને તમે હેલમેટ લેવા જશો તો તેમને ડિસ્કાઉન્ટ મળશે. ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરીને આવતા લોકોને હેલમેટના ફાયદા સમજાવે છે. અને તેમને મેમો આપે છે. આ મેમો અમદાવાદની કેટલીક દુકાનોમાં બતાવવાથી હેલમેટ પર ડિસ્કાઉન્ટ મળશે.

પોલીસે સમજાવ્યું હેલમેટનું મહત્વ

આ પણ વાંચોઃ ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરશે BJPના રથ

ગાંધીગીરીથી ટ્રાફિક પોલીસે સમજાવ્યા નિયમો

ગાંધીગીરીથી સમજાવ્યા નિયમો


પોલીસે લોકોને હેલમેટના ફાયદા સમજાવવા માટે રસ્તા પર લોકોને એકઠા કરી નિર્દેશન પણ કર્યું. સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નાગરિકોને ફૂલ આપી ગાંધીગીરી પણ બતાવી. પોલીસનો પ્રયાસ છે કે લોકો હેલમેટ પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી અકસ્માત થતા અટકાવી શકાય.

gujarat