✕

વડોદરામાં એકસાથે મમ્મી, દીકરો અને દીકરીના આપઘાતથી ફેલાઈ અરેરાટી

30 October, 2026 11:51 AM IST  |  vadodara | Gujarati Mid-day Correspondent

વેલ-એજ્યુકેટેડ સોની પરિવારમાં  સામૂહિક આપઘાતથી સમાજ સ્તબ્ધ બની ગયો હતો. 

સોની પરિવારની માતા, દીકરો અને દીકરીએ ગળે ફાંસો ખાઈને બુધવારે સાંજે આપઘાત કરી લીધો હતો

મધ્ય ગુજરાતમાં આવેલી સંસ્કારી નગરી વડોદરામાં સોની પરિવારની માતા, દીકરો અને દીકરીએ ગળે ફાંસો ખાઈને બુધવારે સાંજે આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળ આર્થિક સંકડામણનું કારણ હોવાની વિગતો બહાર આવી છે. વેલ-એજ્યુકેટેડ સોની પરિવારમાં  સામૂહિક આપઘાતથી સમાજ સ્તબ્ધ બની ગયો હતો. 

વડોદરામાં ઝેપ્સ હેલ્થકૅર કંપનીનાં સંચાલક આરતી સોની, તેમના દીકરા નીલકંઠ અને દીકરી જેનીએ ૨૭ ઑક્ટોબરે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસને સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં સોની પરિવારના ઘરે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલાઈ હતી. ઘરમાંથી પોલીસને સુસાઇડ-નોટ મળી આવી હતી એ કબજે કરી હતી.

વડોદરાના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (APC) જી.બી. બાંભણિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘ઘરમાંથી મળી આવેલી સુસાઇડ-નોટ કબજે કરી છે. સુસાઇડ-નોટનો સારાંશ એ છે કે  ફાઇનૅન્શિયલ ક્રાઇસિસના હિસાબે આપઘાત કર્યો છે. આરતીબહેન 

સુસાઇડ-નોટમાં એવું પણ જણાવે છે કે પોતાનાં ભાઈ, મા-બાપ અને પતિ ચારેય મૃત્યુ પામ્યાં એના ડિપ્રેશનમાં પોતે અને પોતાનાં બન્ને સંતાનો હતાં અને આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યાનું જણાવેલું છે.’ 

gujarat news gujarat vadodara Crime News suicide