02 May, 2024 06:05 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાબરકાંઠા (Sabarkantha Parcel Blast)ના વડાલીના વેડા ગામમાં ઑનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું જ્યારે ઑનલાઈન ઑર્ડર કરાયેલા ઈલેક્ટ્રિકલ સામાનમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડાલી તાલુકાના વેડા ગામ (Sabarkantha Parcel Blast)માં એક વ્યક્તિએ ઈલેક્ટ્રિક વસ્તુઓ ઑનલાઈન મગાવી હતી, જેનું પાર્સલ આવી ગયું હતું. પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. પાર્સલ ખોલનાર 30 વર્ષીય પુરુષ અને 11 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. વડાલી પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્સલ (Sabarkantha Parcel Blast) ખોલનાર યુવકનું કાંડું કપાય ગયું હતું. આ ઘટનામાં યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આથી પરિવારજનો આ પાર્સલ કોઈ અજાણ્યા વ્યક્તિએ આપ્યું હોવાનું કહી રહ્યા છે.
હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમનો ઑર્ડર આપ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણજારાના નામનું પાર્સલ આવ્યું હતું. તેમણે હૉમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ મગાવી હતી જે ખોલતાની સાથે જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 30 વર્ષીય જીતુભાઈ વણઝારા અને તેમની 14 વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું. અન્ય બે યુવતીઓ શિલ્પાબેન વિપુલભાઈ વણજારા અને છાયાબેન જીતુભાઈ વણજારાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જોડાઈ
બનાવની જાણ થતા વડાલી પોલીસ ડીવાયએસપી અને જીલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલમાં પાર્સલ કેવી રીતે આવ્યું તેની તપાસ કરી રહી છે. કોણે પહોંચાડ્યું અને કેવી રીતે વિસ્ફોટ થયો? જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકીનું સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું.
ગુજરાતમાં મેંદીથી મતદાન માટે જાગૃતિ ફેલાવી મહિલાઓએ
ગુજરાતમાં ગઈ કાલે હજારો મહિલાઓએ તેમના હાથમાં મતદાનનાં સૂત્રો સાથે ચૂંટણીના મહાપર્વમાં અવશ્ય મતદાનના મેસેજ સાથે મેંદી મૂકીને મતદાન જાગૃતિ ફેલાવી હતી. અમદાવાદ, વડોદરા, અમરેલી, તાપી, નર્મદા, કચ્છ, જૂનાગઢ, મોરબી જિલ્લાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડીની બહેનો સહિતની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓએ મતદાનનાં સૂત્રો લખેલી મેંદી મૂકી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં, આંગણવાડી કેન્દ્રોમાં મેંદી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૫૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ પણ તેમના હાથમાં મેંદી મૂકીને ઉપસ્થિત મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.