શાળા પ્રવેશોત્સવના તત્કાલીન CM મોદીના નિર્ણયને હાલની સરકારે રદ કર્યો

19 June, 2019 06:54 PM IST  |  અમદાવાદ

શાળા પ્રવેશોત્સવના તત્કાલીન CM મોદીના નિર્ણયને હાલની સરકારે રદ કર્યો

Image Courtesy: Vijay Rupani Tweet

રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ રોજ નવા નવા મુદ્દા સામે આવી રહ્યા છે. પહેલા સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ, બાદમાં નવરાત્રિ વેકેશનનો મુદ્દો અને બે દિવસ પહેલા જ વાનમાંથી બાળકો પડી જવાની ઘટનાને કારણે શાળા અને અભ્યાસનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. સાથે જ સરકારની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકારે શિક્ષણને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 16 વર્ષ બાદ શાળા પ્રવેશોત્સવ રદ થવાની જાહેરાત કરી છે.

2003માં થઈ હતી શરૂઆત

2003માં રાજ્યના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી, જેને હાલની રૂપાણી સરકારે રદ કર્યો છે. આ વર્ષ પૂરતો શાળા પ્રવેશોત્સવ રદ કરી દેવાયો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જાહેરાત કરી છે.

વાયુના કારણે મોકૂફ

ઉલ્લેખનીય છે કે હજી કેટલાક દિવસો પહેલા જ રાજ્ય સરાકરે જૂનની 13, 14, 15 તારીખે શાળા પ્રવેશોત્સવ યોજવાની જાહેરાત કરી હતી. જો કે તે સમયે રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ હોવાના કારણે પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકારે બજેટની તૈયારી હોવાને કારણે પ્રવેશોત્વસ આ વર્ષે રદ કરાયો હોવાની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં વ્યસ્ત હોવાથી પ્રવેશોત્સવ નહીં યોજાય.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે આ જ મહિનાની 9 તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vijay Rupani narendra modi gujarat news gandhinagar