રોકો અને ટોકોઃ લોકોને રસ્તા પર થૂંકતા રોકવા માટે AMCની પહેલ

30 April, 2019 12:42 PM IST  |  અમદાવાદ

રોકો અને ટોકોઃ લોકોને રસ્તા પર થૂંકતા રોકવા માટે AMCની પહેલ

અમદાવાદને સ્વચ્છ રાખવાની ખાસ પહેલ

હવે જ્યારે પણ તમે કોઈને પોતાનું વાહન રોકીને રસ્તા પર થૂંકતા જોવો તો તેને રોકજો અને ટોકજો. આ તમે માત્ર તમારા શહેરને સ્વચ્છ રાખવા માટે નથી કરતા પરંતુ તેમને અમદાવાદ મહાનગરપાલિકાની સ્વચ્છતા ડ્રાઈવમાં પણ જોડાઈ રહ્યા છો.'રોકો અને ટોકો', કહી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા. જેઓ પ્રયાસ કરી રહ્યા છે શહેરને ગંદુ કરનારને રોકવાનો.

AMCએ તૈયાર કર્યો ખાસ પ્લાન

રસ્તા પર થૂંકનારાઓ સાવધાન થઈ જજો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરને વધુ ગંદુ થતું બચાવવા માટે ખાસ પ્લાન કર્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિને રસ્તા પર થૂંકવા માટે મેમો આપવામાં આવ્યો હતો. અને હવે મહાનગરપાલિકાએ હવે જાગૃતિ લાવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

AMCની ત્રીજી આંખ કરશે કામ

શહેરમાં 6, 000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી જે લોકો રસ્તા પર થૂંકતા હશે તેને ઓળખવામાં મદદ મળશે અને AMC તેમને દંડ કરશે. આ કેમેરા BRTS બસ સ્ટોપ, ગાર્ડન અને બજારોમાં મુકવામાં આવ્યા છે. જે તંત્રની આંખની જેમ કામ કરશે.

જાહેરમાં થૂંકનારને કરાશે દંડ

જે જાહેરમાં થૂંકતા પકડાશે તેમને 100 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જો આ દંડ એક અઠવાડિયામાં નહીં ભરવામાં આવે તો AMCની ટીમ તેના ઘરે જઈને 500 રૂપિયાનો દંડ વસૂલ કરશે.

ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી વિપુલ અગરવાલે પણ AMCની આ ડ્રાઈવને શાયરાના અંદાજમાં સપોર્ટ કર્યો.

આ પણ વાંચોઃ અમદાવાદઃ હવે જાહેરમાં થુંકશો તો ઘરે પહોંચશે ઈ-મેમો

કમિશ્નર વિજય નહેરાના અનુસાર શહેરના 90 ટકા નાગરિકો સમજદાર જ છે. તેમની મદદ લઈને તેઓ શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ahmedabad gujarat