રથયાત્રાઃ CM રૂપાણીએ ભગવાન જગન્નાથના લીધા આશીર્વાદ, કર્યું રથનું પૂજન

03 July, 2019 06:12 PM IST  |  અમદાવાદ

રથયાત્રાઃ CM રૂપાણીએ ભગવાન જગન્નાથના લીધા આશીર્વાદ, કર્યું રથનું પૂજન

ભગવાન જગન્નાથની રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. ગુરુવારે જગતના નાથ એવા ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. સુરક્ષ વ્યવસ્થા જડબેસલાક ગોઠવી દેવાઈ છે. ગજરાજને શણગારી દેવાયા છે. મોટી સંખ્યામાં પ્રસાદ થઈ રહ્યો છે. ભગવાનના મોસાળ એવા સરસપુરમાં પણ મહાપ્રસાદને લઈ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સીએ વિજય રૂપાણીએ આજે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

ભગવાન જગન્નાથ મોસાળથી પરત આવી ચૂક્યા છે. હાલ ભગવાનના ગજવેસના દર્શન ચાલી રહ્યા છે. ત્યારે સીએમ વિજય રૂપાણી પણ ભગવાનના આશીર્વાદ લેવા માટે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. આ દરમિાયન સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ સાથે હાજર રહ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથના દર્શન કરીને આરતી ઉતારી હતી. સીએમ વિજય રૂપાણી ત્રણેય રથનું પૂજન પણ કર્યું હતું.

સીએમ વિજય રૂપાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. સીએમ વિજય રૂપાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને આગામી વર્ષમાં ગુજરાત સુખી સમૃદ્ધ બને તેવી આશા વ્યક્ત કરી હતી. સીએમ વિજય રૂપાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું,' અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. ઓરિસ્સા પછીની સૌથી મોટી ગણાતી આ યાત્રામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નીકળે છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ સમગ્ર રાજ્ય પર ઉતરે અને ગુજરાત સુખી સમૃદ્ધ બને તથા આ વર્ષ યશકલગીનું વર્ષ બને તેવી પ્રાર્થના છે.'

આ પણ વાંચોઃ આવો હોય છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો નજારો, જુઓ અલૌકિક

ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. ત્યારે સીએમ વિજય રૂપાણી પરંપરાના ભાગરૂપે પહિંદ વિધિ કરશે. પહિંદ વિધિ દરમિયાન સીએમ વિજય રૂપાણી સોનાની સાવરણથી ત્રણેય રથની સફાઈ કરશે. આ પહેલા ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે.

Rathyatra Vijay Rupani gujarat ahmedabad