આવો હોય છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો નજારો, જુઓ અલૌકિક તસવીરો

Published: Jun 29, 2019, 19:39 IST | Falguni Lakhani
 • 2017ના વર્ષમાં ભગવાન જગન્નાથજીની પૌરાણિક અને ઐતિહાસિક રથયાત્રા પહેલા અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં જળયાત્રા મહોત્સવ યોજાયો હતો.જગન્નાથ મંદિરમાંથી શોભાયાત્રા નિકળીને સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી હતી.આ જળયાત્રામાં મહિલાઓએ 108 કળશો માથે મુકીને જોડાઇ હતી.મંદિર પરીસરમાં માથે કળશ મુકીને ઉભી રહેલી મહિલાઓ દેખાય છે.

  2017ના વર્ષમાં ભગવાન જગન્નાથજીની પૌરાણિક અને ઐતિહાસિક રથયાત્રા પહેલા અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં જળયાત્રા મહોત્સવ યોજાયો હતો.જગન્નાથ મંદિરમાંથી શોભાયાત્રા નિકળીને સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી હતી.આ જળયાત્રામાં મહિલાઓએ 108 કળશો માથે મુકીને જોડાઇ હતી.મંદિર પરીસરમાં માથે કળશ મુકીને ઉભી રહેલી મહિલાઓ દેખાય છે.

  1/19
 • 2017ના વર્ષમાં અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાંથી નિકળેલી જળયાત્રામાં અખાડીયનો જોડાયા હતા.મંદિરથી લઇને સાબરમતી નદીના આરા સુધી અખાડીયનોએ અવનવા કરતબ કરીને ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

  2017ના વર્ષમાં અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાંથી નિકળેલી જળયાત્રામાં અખાડીયનો જોડાયા હતા.મંદિરથી લઇને સાબરમતી નદીના આરા સુધી અખાડીયનોએ અવનવા કરતબ કરીને ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

  2/19
 • અમદાવાદના સરસપુરમાં આવેલુ રણછોડરાય મંદિર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીનું મોસાળ કહેવાય છે.2017ના વર્ષની આ તસ્વીરમાં મામાના ઘરે મોસાળમાં પોતાના ભાઇ – બહેન સાથે આવેલા ભગવાન રણછોડરાયજીના મંદિરમાં બિરાજમાન થયેલા દેખાય છે.

  અમદાવાદના સરસપુરમાં આવેલુ રણછોડરાય મંદિર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીનું મોસાળ કહેવાય છે.2017ના વર્ષની આ તસ્વીરમાં મામાના ઘરે મોસાળમાં પોતાના ભાઇ – બહેન સાથે આવેલા ભગવાન રણછોડરાયજીના મંદિરમાં બિરાજમાન થયેલા દેખાય છે.

  3/19
 • મામાના ઘરે સરસપુર પહોંચેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીનું ભાવિકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું.

  મામાના ઘરે સરસપુર પહોંચેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજીનું ભાવિકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું.

  4/19
 • 2017ના વર્ષની આ તસ્વીરમાં મોસાળમાં પધારેલા ભગવાનને ભાવિકો દ્વારા ભાવભીનો આવકાર આપવામાં આવ્યો હતો અને બેન્ડવાજા – ઢોલ નગારા સાથે સામૈયું કરવામાં આવ્યું હતું.

  2017ના વર્ષની આ તસ્વીરમાં મોસાળમાં પધારેલા ભગવાનને ભાવિકો દ્વારા ભાવભીનો આવકાર આપવામાં આવ્યો હતો અને બેન્ડવાજા – ઢોલ નગારા સાથે સામૈયું કરવામાં આવ્યું હતું.

  5/19
 • ભગવાન જળયાત્રા પછી 15 દિવસ મોસાળમાં રહે છે અને ત્યાં તેમને લાડ લડાવવામાં આવે છે.

  ભગવાન જળયાત્રા પછી 15 દિવસ મોસાળમાં રહે છે અને ત્યાં તેમને લાડ લડાવવામાં આવે છે.

  6/19
 • ભગવાનની 140મી રથયાત્રાનો આ નજારો છે. આ એ અવસર છે જ્યારે નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

  ભગવાનની 140મી રથયાત્રાનો આ નજારો છે. આ એ અવસર છે જ્યારે નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

  7/19
 • ભગવાનની એક ઝલક મેળવવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

  ભગવાનની એક ઝલક મેળવવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

  8/19
 • લોકોના મનમાં નાથના દર્શન કરવા મળ્યાનો અનેરો આનંદ હતો.

  લોકોના મનમાં નાથના દર્શન કરવા મળ્યાનો અનેરો આનંદ હતો.

  9/19
 • વહેલી સવારે મંગળા આરતીમાં ઉમટેલા લોકો

  વહેલી સવારે મંગળા આરતીમાં ઉમટેલા લોકો

  10/19
 • નગરચર્યા માટે રથમાં બિરાજમાન થયેલા ભગવાન જગન્નાથ.

  નગરચર્યા માટે રથમાં બિરાજમાન થયેલા ભગવાન જગન્નાથ.

  11/19
 • નગરચર્યા માટે રથમાં બિરાજમાન થયેલા સુભદ્રાજી.

  નગરચર્યા માટે રથમાં બિરાજમાન થયેલા સુભદ્રાજી.

  12/19
 • ભાઈ બળભદ્ર પણ નગરચર્યા માટે રથમાં બિરાજમાન થઈ ચુક્યા હતા.

  ભાઈ બળભદ્ર પણ નગરચર્યા માટે રથમાં બિરાજમાન થઈ ચુક્યા હતા.

  13/19
 • 2017માં રથયાત્રા માટે પહેલીવાર બે સોનાની સાવરણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાની સાવરણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.

  2017માં રથયાત્રા માટે પહેલીવાર બે સોનાની સાવરણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાની સાવરણી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.

  14/19
 • સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી.

  સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી.

  15/19
 • રથનું પ્રસ્થાન થયું ત્યારે તેને હંકારી રહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.

  રથનું પ્રસ્થાન થયું ત્યારે તેને હંકારી રહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.

  16/19
 • ભગવાનના રથ મંદિની બહાર પહોંચ્યા ત્યારે હજારો શ્રદ્ધાળુઓ તેને વધાવવા આવ્યા હતા.

  ભગવાનના રથ મંદિની બહાર પહોંચ્યા ત્યારે હજારો શ્રદ્ધાળુઓ તેને વધાવવા આવ્યા હતા.

  17/19
 • જ્યારે રથયાત્રા સમયે માનવતાની મહેક પ્રસરી અને  બેભાન થયેલા અમરભાઈની મદદે આવ્યા હબીબભાઈ મેવ.

  જ્યારે રથયાત્રા સમયે માનવતાની મહેક પ્રસરી અને  બેભાન થયેલા અમરભાઈની મદદે આવ્યા હબીબભાઈ મેવ.

  18/19
 • અમદાવાદના મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારમાં રથયાત્રા પહોંચી ત્યારે જગન્નાથજી મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો આપી રહેલા ગ્યાસુદ્દીન શેખ.

  અમદાવાદના મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારમાં રથયાત્રા પહોંચી ત્યારે જગન્નાથજી મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો આપી રહેલા ગ્યાસુદ્દીન શેખ.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ પાછલા વર્ષોની રથયાત્રાની તસવીરો અને યાદ કરીએ ભગવાનની નગરચર્યાને.

તસવીર સૌજન્યઃ શૈલેષ નાયક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK