રાજકોટના બે ચોરનું પરાક્રમ: દસ લાખ રૂપિયાનાં ચાર પટોળાં ચોરાયાં

05 July, 2019 11:00 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

રાજકોટના બે ચોરનું પરાક્રમ: દસ લાખ રૂપિયાનાં ચાર પટોળાં ચોરાયાં

દસ લાખ રૂપિયાનાં ચાર પટોળાં ચોરાયાં

રાજકોટની વીરાણી હાઈ સ્કૂલ પાછળ આવેલી પટોળાના એક કારીગરના ઘર-કમ-દુકાનમાંથી ચાર પટોળાંની થોડા સમય પહેલાં ચોરી થઈ હતી જેની ફરિયાદ લખાવવામાં આવી ત્યારે એ પટોળાંની કિંમત સાંભળીને પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. ચાર પટોળાંની કિંમત હતી દસ લાખ રૂપિયા.

આ પણ વાંચો : Video: પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા

હાથવણાટથી બનેલાં આ ચાર પટોળાં બનાવવા માટે તેના કારીગર રામજીભાઈ વણઝારાને લગભગ સવાબે વર્ષ લાગ્યાં હતાં. રામજીભાઈની ફરિયાદના આધારે રાજકોટ પોલીસે ચોરીના વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં ચોરી કરનારા બે શખસોની ઓળખ મળી જેના આધારે ઇન્ક્વાયરી કરતાં તે બન્ને શખસો બપોરના ભાગમાં ખરીદદાર તરીકે આવ્યા હતા અને રાતના સમયે બન્નેએ જ ચોરી કરી હોવાનું કબૂલી લીધું હતું.

કેસના ઇન્ક્વાયરી ઑફિસર ડી. એલ. રાણાએ કહ્યું હતું કે ‘બન્નેની ભૂલ એ કે નવી પૅટર્ન બને ત્યારે ફોન કરવા માટે તેમણે પોતાનો મોબાઇલ-નંબર સાચો લખાવી દીધો હતો. મોબાઇલ કંપની પાસેથી ઍડ્રેસ મળ્યા પછી તેમના ઘરેથી પટોળાં કબજે કરવામાં આવ્યાં છે.’

gujarat rajkot Crime News