રાજકોટનો આ યુવાન મૃત્યુ પછી પણ આપી રહ્યો છે 8-8 લોકોને જીવનદાન

20 June, 2019 04:14 PM IST  | 

રાજકોટનો આ યુવાન મૃત્યુ પછી પણ આપી રહ્યો છે 8-8 લોકોને જીવનદાન

8-8 લોકોને જીવનદાન (ફોટો: જયેશ રાવરાણી)

રાજકોટના બી.ટી સવાણી હોસ્પિટલથી અમદાવાદના સીમ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું કારણ કે રાજકોટના બી.ટી સવાણીના હોસ્પિટલથી જય નામના યુવકનું હ્રદય અમદાવાદના સીમ્સ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. જય નામના આ યુવકના શરીરના આઠ અંગો હ્રદય, કિડનીઓ, લિવર, સ્વાદુપિંડ અને આંખો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

પોરબંદરના નિવૃત સૈનિક સાજણ મોઢવાડિયાનો પુત્ર જય 17મી જૂને જ્યારે ટ્યૂશન ક્લાસીસથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવતા બાઈકે તેને ટક્કર મારી હતી. બાઈક સાથે અથડાતા જય ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જયની હાલતમા ખાસ સુધારો નહોતો દેખાયો. બી.ટી સવાણીના ડોકટર્સ અનુસાર જય કોમામાં જતો રહ્યો હતો અને તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જયના બ્રેઈનડેડ થવાના કારણે પિતા સાજણ મોઢવાડિયાએ જયના શરીરના અંગોને દાન કરી જયને જીવતો રાખવાનો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો:'મોન્ટુની બિટ્ટુ'ના શૂટિંગ બાદ ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે આરોહી

જય પણ પિતાની જેમ દેશની સેવા કરવા ઈચ્છતો હતો. સાજણભાઈએ જયના શરીરના અંગો હ્રદય, કિડનીઓ, લિવર, સ્વાદુપિંડ અને આંખો દાન કરીને 8 લોકોને નવુ જીવન આપ્યું હતું. અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ડૉ. વિરેન શાહ તેમની ટીમ સાથે એર એમ્બ્યુલેન્સ મારફતે રાજકોટ પહોંચ્યા હતા. આ સિવાય કિડની માટે ડૉ. પ્રાંજલ મોદીની ટીમ પણ રાજકોટ પહોચ્યા હતા ત્યારબાદ જયની સર્જન પ્રક્રિયા શરુ થઈ હતી અને ગ્રીન કોરિડર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જય મૃત્યુ પછી 8 લોકોમાં હમેશા જીવતો રહેશે.

gujarat gujarati mid-day