રાજકોટ એસ.ટી. વિભાગને 15 નવી વધુ બસો મળી

23 October, 2019 06:45 PM IST  |  Rajkot

રાજકોટ એસ.ટી. વિભાગને 15 નવી વધુ બસો મળી

ગુજરાત એસ.ટી.

Rajkot : ગુજરાત એસ.ટી. વિભાગને તહેવાર પર સૌથી વધુ કમાણી થતી રહેતી હોય છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 15 બસો ફાળવવામાં આવી છે. જોકે આ પહેલા પણ રાજકોટ એસ.ટી.ને 20 નવી બસો ફાળવવામાં આવી હતી.

રાજકોટ એસ.ટી.ને 15 નવી બસો મળી અને વધુ 5 બસો દિવાળી સુધી ફાળવવામાં આવશે
હજુ થોડા દિવસ પહેલા જ 20 જેટલી નવી બસો આવ્યા બાદ ફરી બીજા 15 નવા વાહનો આવ્યા છે અને વધુ 5 નવા વાહનો દિવાળી પહેલા એટલે કે બે ત્રણ દિવસમાં આવી જશે.
આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહ દ૨મ્યાન જ રાજકોટ એસ.ટી. વિભાગને ડિલક્સ અને ગુર્જરીનગરી પ્રકા૨ની 15 નવી, બસો સેન્ટ્રલ ઓફિસ દ્વારા ફાળવવામાં આવી છે. આ નવી બસો રાજકોટ એસ.ટી. વિભાગનાં રાજકોટ ઉપરાંત ગોંડલ, વાંકાને૨, જસદણ, લીંબડી, સુરેન્નગ૨ અને ચોટીલા ડેપોને ફાળવવામાં આવી છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

5 વધુ ડિલક્સ બસો દિવાળી પહેલા ફાળવવામાં આવશે
આ ઉપરાંત હજુ 5 ડિલક્સ પ્રકા૨ની નવી બસો પણ દિવાળી પહેલા રાજકોટ વિભાગને મળી જના૨ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયમાં રાજકોટ વિભાગને 40 જેટલી નવી બસો ફાળવાતા હવે ટુંકમાં ઓવ૨ચેઈજ બસોનું પ્રમાણ થોડુ ઘટશે. રાજકોટ એસ.ટી. વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગત સપ્તાહ દ૨મ્યાન રાજકોટ એસ.ટી.ને 15 નવી બસો મળતા હવે જુની અને ઓવ૨ એઈજ 15 બસોને સ્ક્રેપમાં મુક્વામાં આવશે.

gujarat rajkot