રાજકોટઃ પાણીની ટાંકીમાં ફીણ, અધિકારીઓએ પી ને કહ્યું પાણી છે પીવાલાયક

18 May, 2019 03:01 PM IST  |  રાજકોટ

રાજકોટઃ પાણીની ટાંકીમાં ફીણ, અધિકારીઓએ પી ને કહ્યું પાણી છે પીવાલાયક

પાણીની ટાંકીમાં થાય છે સફેદ ફીમ

ઉનાળામાં પાણીની બુમરાણ ઠેક ઠેકાણે ચાલી રહી છે. જો કે પાણીને લઈ રાજકોટમાં કંઈક અલગ સ્થિતિ છે. શુક્રવારે સેંકડો લિટર પાણી વેડફાયાની ઘટના બાદ પાણીને લઈને જ વધુ એક ચોંકાવનારી ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં પુનિતનગર વિસ્તારની પાણીના ટાંકીમાં સફેદ ફીણ થતા હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે મહાનગરપાલિકાના અધિકારીઓ પાણીને શુધ્ધ અને પીવાલાયક ગણાવી રહ્યા છે.

ઉનાળાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે માટે પાણીનું ક્લોરિનેશન કરાઈ રહ્યું છે. સુપર ક્લોરિનેશનને કારણે પાણીના ટાંકામાં ફીણ થતા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. જો કે મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારીઓએ મીડિયાની સામે પાણી પીને બતાવ્યું અને પાણી શુદ્ધ હોવાનો દાવો કર્યો છે. વોટર વર્ક્સના અધિકારીઓનું કહેવું છે કે ફિલ્ટર પ્લાન્ટમાં બે વખત ક્લોરીનેશન થયા બાદ પુનિતનગર પહોંચતા પાણીનું હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે એ માટે ફરી બે વખત સંપ ખાતે ક્લોરીનેશન કરવામાં આવે છે, જેને સુપર ક્લોરીનેશન કહે છે.

વોટર વર્કસના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે,' બીજું ખૂબ લાંબા અંતરેથી પાણી સંપમાં આવે છે. અને ટાંકામાં પાણી પછડાવાને કારણે તેમજ સુપર ક્લોરીનેશનને કારણે થોડા ફીણ થતા જ હોય છે. પાણીના સેમ્પલ લેબમાં ચકાસવા પણ આંવ્યા છે. પાણી સમ્પૂર્ણ રીતે પીવાલાયક અને શુદ્ધ છે. જાહેર જનતા કોઈ પ્રકારની ચિંતા ના કરે.'

આ પણ વાંચોઃ પબ્જી પાર્ટનર સાથે પ્રેમ પાંગરતાં પરિણીતાએ પતિ પાસેથી છૂટાછેડા માગ્યા

ઉલ્લેખનીય છે કે પુનિતનગર સંપ ખાતે છેક આજી અને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી પાણી આવે છે. જનતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે મહાનગરપાલિકા હાલ ઉનાળામાં પાણીનું સુપર ક્લોરીનેશન કરે છે. તેથી જ ફીણ વળે છે. તેવો દાવો વોટર વર્ક્સના અધિકારીઓએ કર્યો છે.

rajkot gujarat news