પબ્જી પાર્ટનર સાથે પ્રેમ પાંગરતાં પરિણીતાએ પતિ પાસેથી છૂટાછેડા માગ્યા

Updated: May 18, 2019, 09:06 IST

આ 19 વર્ષની યુવતી વિશે જણાવીએ તો તેને એક વર્ષ કરતાં પણ નાનું બાળક છે. આ યુવતીને 18 વર્ષ પૂરાં થતાં તેણે એક બિલ્ડિંગ કૉન્ટ્રૅક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેણે બાળકને પણ જન્મ આપ્યો છે.

19 વર્ષની યુવતીને પબજીના ગેમ-પાર્ટનર સાથે પ્રેમ
19 વર્ષની યુવતીને પબજીના ગેમ-પાર્ટનર સાથે પ્રેમ

અમદાવાદની 19 વર્ષની યુવતીને પબજીના ગેમ-પાર્ટનર સાથે પ્રેમ થઈ ગયો છે. ગેમના કારણે તે પોતાના પતિને છૂટાછેડા આપીને ગેમ-પાર્ટનર સાથે રહેવા માગે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ 19 વર્ષની યુવતીએ પોતાના પતિથી છુટકારો મેળવવા માટે મહિલા હેલ્પલાઇન અભયમ 181ને જાણ કરી હતી.

આ 19 વર્ષની યુવતી વિશે જણાવીએ તો તેને એક વર્ષ કરતાં પણ નાનું બાળક છે. આ યુવતીને 18 વર્ષ પૂરાં થતાં તેણે એક બિલ્ડિંગ કૉન્ટ્રૅક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેણે બાળકને પણ જન્મ આપ્યો છે. થોડા મહિના પહેલાં તેને પબજી રમતની લત લાગી હતી જેમાં તેને શહેરના જ પબજી રમત રમતા યુવાન સાથે સંપર્ક થયો હતો.

આ પણ વાંચો:ગુજરાતી યુવકનું હિચકારું કૃત્ય : પોલીસે કરી ધરપકડ

આ ઘટના વિશે મહિલા હેલ્પલાઇનના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં આ પ્રકારનો પહેલો કિસ્સો અમારી સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતી પબજી ગેમના કારણે પોતાના પતિ સાથે છૂટાછેડા લાવે માગે છે અને ગેમ-પાર્ટનર સાથે રહેવા માગે છે. અમે જ્યારે યુવતીને પૂછ્યું કે, ‘તને તારા પતિ સાથે કોઈ અણબનાવ છે કે ઝઘડો છે? તો ત્યારે તેણે ના પાડી હતી અને કહ્યું હતું કે મારે તે યુવાન સાથે રહેવું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK