યંગસ્ટર્સને વેક્સિન આપવાની બાબતમાં ગુજરાત જ નંબર વન

04 May, 2021 02:39 PM IST  |  Rajkot | Rashmin Shah

ગુરુવાર સુધીનું રજિસ્ટ્રેશન અત્યારથી ફુલ થઇ ગયું છે

પ્રતીકાત્મક તસવીર

૧લી મેથી દેશભરમાં ૧૮થી વધુ વયના લોકોને વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યા પછી પહેલાં દિવસે યંગસ્ટર્સને વેક્સિન આપવાની બાબતમાં ગુજરાત દેશભરમાં નંબર વન રહ્યા પછી ગઈકાલે પણ દેશમાં હાઇએસ્ટ વેક્સિન લેનારા યંગસ્ટર્સમાં ગુજરાત નંબર વન રહ્યું હતું. ગુજરાતના યંગસ્ટર્સ વેક્સિન લેવાની બાબતમાં એ સ્તરે જાગૃત છે કે ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પણ ગુરુવાર સુધીના તમામ સ્લોટ ફુલ થઈ ગયા છે અને હવે રજિસ્ટ્રેશન માટે શુક્રવાર પછીનો સ્લોટ મળે છે. જોકે ગુજરાત પાસે ગુરુવાર સુધીની જ વેક્સિન હોવાથી શુક્રવારે વેક્સિનેશન કાર્યક્રમ તો જ આગળ ચાલશે જો વેક્સિનનો નવો સ્ટોક ગુજરાતને મળશે.

વેક્સિન બાબતમાં કરવામાં આવેલી જાગૃતિનું આ પરિણામ છે એવું કહેતાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, વેક્સિનનો સ્ટોક ઓછો હોવાથી અત્યારે ગુજરાતના દસ જિલ્લાઓમાં જ વેક્સિન આપવામાં આવે છે પણ બહુ ઝડપથી આખા સ્ટેટમાં ૧૮થી વધુ વયના યુવાનો માટે વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે.

પહેલાં દિવસે ગુજરાતમાં પપ,ર૩પ યંગસ્ટર્સે વેક્સિન લીધી હતી. ૧લી મે સુધીમાં ગુજરાતના ૧,૨૩,૦૪,૩પ૯ લોકોએ વેક્સિન લઈ લીધી છે, જેમાંથી ૨૪,૯૨,૪૯૬ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

national news new delhi coronavirus covid19 Rashmin Shah