રાજકોટઃ આઠ વર્ષની બાળકી પર અપહરણ અને દુષ્કર્મ

15 October, 2019 11:36 AM IST  |  રાજકોટ

રાજકોટઃ આઠ વર્ષની બાળકી પર અપહરણ અને દુષ્કર્મ

દુષ્કર્મનો આરોપી

શહેરમાં ગરબા જોવા ગયેલી આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે 30 વર્ષના કુખ્યાત આરોપીએ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી તેને વેરાન જગ્યા પર એકલી મુકી દીધી હતી.

પોલીસે આરોપી બાબુ બાંભવાની તેના મોબાઈલ લોકેશનના આધારે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે બાળકી જ્યારે તેના દાદી અને નાના ભાઈ સાથે ગરબા જોઈને પાછી આવી રહી હતી ત્યારે તેણે બાઈક પર આવી રહ્યા હતા. બાળકીની દાદીએ તેમને ઘરે મુકી જવા વિનંતી કરી પરંતુ આરોપી માત્ર બાળકીને લઈને જતો રહ્યો. તે બાળકીને રૈયાગામ સ્મશાન પાસે લઈ ગયો અને તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું.

બાળકીની દાદીએ ઘટનાની પોલીસમાં જાણ કરી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, જ્યારે બાળકી મદદ મેળવવા માટે રડવા લાગી તો આરોપીએ તેને કહ્યું કે તે તેને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જઈ રહ્યો છે. બાદમાં તેને સ્મશાન પાછળ લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું.

બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીની બાઈક ખાડામાં ફસાઈ ગઈ. જે બાદ આરોપીએ બાળકીને થપ્પડ મારી અને તેને ચાલ્યા જવા કહ્યું. આરોપીએ તેની બાઈકને ત્યાં જ મુકી દીધી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ ચાલ્યો ગયો. જે સમયે બાળકીએ એક કાર જોઈને તેને રોકી અને બાળકીને ઘરે પહોંચાડી. બાળકીએ તેની સાથે બનેલી ઘટના માતા-પિતા અને પોલીસને કહી.

પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, બાળકી અમને ઘટના સ્થળે લઈ ગઈ, જ્યાં અમે બાઈક જોયું. જેના આધારે અમે તેની તપાસ શરૂ કરી. આ બાઈક ચાર વાર વેચવામાં આવી હતી અને તેનો છેલ્લો માલિક બાંભવા હતો. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. સવાર, બાંભવાએ તેનો ફોન ઓન કરતા પોલીસે લોકેશનના આધારે તેને પકડી પાડ્યો.

આરોપી હિસ્ટ્રીશિટર છે અને જે પાસા અંતર્ગત બે વાર જેલમાં જઈ આવ્યો છે. પીડિતા સરકારી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા એક અપાર્ટમેન્ટમાં ચોકીદારની ફરજ બજાવે છે.

આ પણ જુઓઃ Photos: 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય!

આઠ ટીમો લાગી હતી કામે
કેસને ઉકેલવા માટે આઠ પોલીસની ટીમો કામે લાગી છે. બાળકી મળ્યા બાદ અને તેના પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થતા, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બાંભવાની ધરપકડ બાદ પોલીસે કેસ ઉકેલનારી ટીમો માટે ખાસ કેશ પ્રાઈઝની પણ જાહેરાત કરી છે.

gujarat rajkot