ઉત્તરીય પવનની સીધી અસર ગુજરાત પહોંચશે 6 ડિગ્રી સુધી

19 December, 2020 07:33 AM IST  |  Rajkot | Rashmin Shah

ઉત્તરીય પવનની સીધી અસર ગુજરાત પહોંચશે 6 ડિગ્રી સુધી

પ્રતીકાત્મક તસવીર

કાશ્મીરમાં પડેલી રેકૉર્ડબ્રેક હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. ઉત્તરીય પવનોને કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતિલ શિયાળાની અસર દેખાવાની શરૂઆત થઈ છે તો ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારથી ગુજરાતમાં કોલ્ડ વેવ શરૂ થવાની સંભાવના છે. કોલ્ડ વેવના સમયગાળામાં ગુજરાતમાં ઍવરેજ લઘુતમ તાપમાન ૬ ડિગ્રીના આંકને સ્પર્શે એવી પૂરી શક્યતા છે.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલ‌િયામાં લઘુતમ તાપમાન ૨.૩ ડ‌િગ્રીએ પહોંચ્યું હતું, તો ગિરનારની અંબાજી ટૂંક પર લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી નોંધાયું હતું; જ્યારે ડીસામાં ૯, રાજકોટમાં ૯.૧, કંડલામાં ૯.૩, અમરેલીમાં ૧૦.૧, કેશોદમાં ૧૦.૪, જૂનાગઢમાં ૧૦.પ, ગાંધીનગરમાં ૧૧.૨, અમદાવાદમાં ૧૩.૩ અને સુરતમાં ૧પ.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

કાશ્મીરથી આવતા ઉત્તરીય પવનોને કારણે હવે ક્રિસમસ સુધી ગુજરાતમાં કોલ્ડ વેવ અકબંધ રહેશે.

gujarat rajkot ahmedabad Rashmin Shah