મધ્ય. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

02 December, 2019 09:08 AM IST  |  Vadodara

મધ્ય. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે. દરમિયાન ગઈ કાલે સાંજથી વાતાવરણમાં પલટો આવતાં આહવા, વડોદરાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ફરીથી શિયાળામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
વડોદરામાં મધ્ય રાત્રિથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ સાથે પંચમહાલ અને ગોધરામાં પણ વહેલી સવારે કમોસમી મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થતાં ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં ૭ મિમી, કાલોલમાં ૧૨ મિમી, હાલોલમાં ૯ મિમી, શહેરામાં ૧ મિમી, ઘોઘબામાં બે મિમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે એવી વકી છે.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ ગઈ કાલે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

gujarat Gujarat Rains vadodara