અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાની આગાહી

18 August, 2019 12:41 PM IST  |  અમદાવાદ

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોરદાર વરસાદ બાદ હવે રાજ્યમાં ચોમાસું નબળું પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે છેલ્લો છેલ્લો વરસાદ પડી શકે છે. જો કે શનિવારે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આખો દિવસ ગોરંભાયા બાદ સાંજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી...

ઉલ્લેખનીય છે કે ચોમાસાનું વિધિવત્ત સમાપન થવામાં 45 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ માટે હવે થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ નવી સિસ્ટમ સક્રિય થશે ત્યારબાદ વરસાદ વરસી શકે છે.

 

Gujarat Rains ahmedabad