રેડિયો સિટી અમદાવાદના 'વોટોત્સવ' દ્વારા નોંધાવો મતદાર યાદીમાં નામ

16 March, 2019 12:06 PM IST  |  અમદાવાદ

રેડિયો સિટી અમદાવાદના 'વોટોત્સવ' દ્વારા નોંધાવો મતદાર યાદીમાં નામ

રેડિયો સિટી લઈને આવ્યું છે વોટોત્સવ

લોકસભા 2019ની ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે આ મતદાન પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. તમે પણ તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં ચેક કર્યું જ હશે. તો પહેલી વખત મત આપવા માટે યુવાઓ ઉત્સાહિત છે. પહેલી વખત વોટ આપવાનો રોમાંચ અનેરો હોય છે, અને તે અનુભવવા ગુજરાતના યુવાઓ થનગની રહ્યા છે.

જો કે, હજારો યુવાનો એવા પણ હશે જેમને મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવવું તેની મૂંઝવણ હશે. પણ ચિંતા ન કરો, રેડિયો સિટી અમદાવાદ તમારા માટે લઈને આવી ગયું છે 'વોટોત્સવ'. જેના દ્વારા તમે મતદાર યાદીમાં તમારું નામ નોંધાવીને લોકશાહીમાં નવી સરકાર પસંદ કરવામાં યોગદાન આપી શક્શો.

અહીં જઈને નોંધાવો નામ

રેડિયો સિટી અમદાવાદ દ્વારા નવા મતદારોનું નામ નોંધવા ખાસ 'વોટોત્સવ' શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં આજે યુવા મતદારો પોતાનું નામ નોંધાવી શક્શે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં આજે વોટોત્સવ યોજાશે. બપોરે 1 વાગે તમે પણ ત્યાં પહોંચીને તમારું નામ નોંધાવી શકો છો.

આટલું રાખજો ધ્યાન

બસ એટલું ધ્યાન રાખજો આ ચૂંટણીમાં મતદાન કરવા માટે તમે 18 વર્ષના હોવા જરૂરી છો. 1 જાન્યુઆરી, 2019 સુધીમાં જો તમે 18 વર્ષ પૂરા કર્યા હશે, તો જ નામ નોંધવી શકાશે.

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે એજ પ્રુફ અને રેસિડેન્સ પ્રૂફ જરૂરી છે. તમે 18 વર્ષના છો તે સાબિત કરવા માટે જન્મનું પ્રમાણ પત્ર અથવા તો 10મા ધોરણની માર્કશીટ (જેમાં જન્મતારીખ હોવી જરૂરી છે) સાથે રાખજો. તો એડ્રેસ પ્રૂફ માટે બેન્કની પાસબુક કે પોસ્ટ ઓફિસની પાસબુક અથવા રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સની કૉપી સાથે રાખવી જરૂરી છે.

બસ આટલા ડોક્યુમેન્ટ લઈને વોટોત્સવમાં ભાગ લો અને રેડિયો સિટી અમદાવાદના સહયોગથી ઉજવો લોકશાહીનો ઉત્સવ

radio city Election 2019 gujarat news ahmedabad