Video : અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં થઇ છુટ્ટા હાથની મારામારી

21 April, 2019 08:32 AM IST  |  અમદાવાદ

Video : અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં થઇ છુટ્ટા હાથની મારામારી

નિકોલમાં હાર્દિકની સભામાં થયો હોબાળો (PC : ANI)

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. બેરોજગાર શબ્દને લઇને તો લાફા પ્રકરણને લઇને એમ અનેક કિસ્સાઓમાં તે ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે શનીવારે મોડી રાત્રે અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની સભામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. સભામાં હાર્દિક પટેલે બોલવાની શરૂઆત કરી ત્યારે લોકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો. પાસના નેતા અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાથમાં વી વોન્ટ ગબ્બરના પોસ્ટર લઈ હાર્દિક હાય હાય...ના નારા લગાવ્યા હતા.



પોલીસે લાઠીચાર્જ બાદ 6ની અટકાયત કરી
હાર્દિકના સમર્થકો અને અલ્પેશ કથિરીયાના સમર્થકોએ સભામાં છુટ્ટા હાથની મારામારી કરી હતી. જેમાં હાર્દિકના સમર્થકોએ અલ્પેશના સમર્થકોને ખુરશી-ખુરશીએ માર્યા હતા. જોકે પોલીસ સભામાં હોવા છતાં પરિસ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. અંતે પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. હાર્દિક પટેલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી વધુ સિક્યુરિટીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું રાત્રે નિકોલમાં સભા સંબોધવાનો છું જે સભામાં મારા પર અસમાજિક તત્વો દ્વારા હુમલો થઈ શકે છે. આ સંદર્ભે પોલીસ વધુ બંદોબસ્ત ગોઠવી શાંતિ અને વ્યવસ્થા રહે તેવો પ્રયત્ન કરે.


આ પણ જુઓ : Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

 ભાજપના લોકોએ હોબાળો કર્યો : હાર્દિક પટેલ
સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલે ભાજપ પર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે ભાજપના મળતિયા લોકોએ મારી સભા બગાડવા માટે અને મારા ડરના કારણે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો અને ઘટના ભાજપ પ્રેરિત હતી.

ahmedabad gujarat Election 2019