વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં Zydus Biotechની મુલાકાત લીધી

28 November, 2020 07:02 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં Zydus Biotechની મુલાકાત લીધી

તસવીર સૌજન્ય: એએનઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે અમદાવાદ ઝાયડસ, પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લેશે. તેમાંથી અમદાવાદ Zydus Biotechની મુલાકાત લઈ લીધી છે અને હવે તેઓ પૂણે જવા રવાના થયા છે. નરેન્દ્ર મોદીએ ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી હતી.

નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલામાં કોરોના વેક્સિનનું નીરિક્ષણ કર્યુ હતું. વડાપ્રધાન મોદી એક કલાક રોકાયા બાદ રવાના થયા હતા. અહી વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકો સાથે પણ વાત કરી હતી અને કોરોના વેક્સિનની ટ્રાયલની માહિતી મેળવી હતી.

ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન બનાવવા માટે નેશનલ બાયોફાર્મા મિશન, વિરાક અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ સાથે સમજૂતિ કરી છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ ડી નામથી આવી રહી છે. એક અનુમાન અનુસાર આવતા વર્ષે માર્ચ સુઝી ઝાયડસ કેડિલા વેક્સિનનો ઉપયોગ તૈયાર થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, ઝાયડસ કેડિલા 17 કરોડ વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે.

ઝાયડસ કેડિલા અમદાવાદના ચાંગોદર ઔધોગિક ક્ષેત્રમાં સ્થિત છે. ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનનું કામ ચાલી રહ્યુ છે. ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી હતી કે તેની વેક્સિન ZyCoV-Dના પ્રથમ ફેઝનું ટ્રાયલ પૂર્ણ થઇ ચુક્યુ છે અને તેના ઓગસ્ટમાં બીજા ફેઝનું ટ્રાયલ શરૂ કરી દીધુ હતું.

gujarat ahmedabad narendra modi coronavirus covid19