PM મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે

16 January, 2021 06:44 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

PM મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના જુદા જુદા ભાગોથી ગુજરાતના કેવડિયા સુધી જનારી આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. કેવડિયામાં દેશના પહેલા ગૃહ પ્રધાન અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા છે, જેને સ્ટેચ્યૂ ઑફ યૂનિટી નામ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) તરફથી શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદી ગુજરાતથી જોડાશે અને અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે.

તેમ જ બ્રોડગેજ લાઈન અને ડભોઈ, ચંદોદ અને કેવડિયાના રેલવે સ્ટેશનના નવા ઈમારતોનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમઓએ જણાવ્યું કે આ રેલવે સ્ટેશનની ઈમારતોને સ્થાનીય સુવિધાઓનો સમાવેશ કરીને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરવા માટે સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવી છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશનવાળા કેવડિયા દેશનું પહેલું રેલવે સ્ટેશન છે. વડા પ્રધાન જે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે, તે કેવડિયાથી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, ચેન્નઈ અને પ્રતાપનગરથી જોડાશે.

આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જનારા પ્રવાસીઓ માટે આ એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર અધિક પર્યટક આવશે. રેલ મંત્રાલયે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે. જેનું ઉદઘાટન રવિવારે પીએમ દ્વારા કરવામાં આવશે.

મુખ્ય ધ્યાન કેન્દ્રિત સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

પીએમ મોદી રવિવારે ડભોઈ-ચંદોદ-કેવડિયા બ્રૉડ ગેજ રેલ લાઈન અને પ્રતાપનગર-કેવડિયા નવ વીજળીકૃત વિભાગનું ઉદ્ઘાટન કરશે. પ્રતાપનગર વડોદરા જિલ્લામાં સ્થિત છે અને આ ખંડમાં એક નિયમિત મેમૂ સેવા શરૂ થશે. એક અધિકારીએ કહ્યું કે આ કનેક્ટિવિટી મુખ્ય ફોકસ સ્થાનીય અને બાહ્ય પ્રવાસીઓને આકર્ષિત કરવાનું છે. સરકારે તેને એક સૌથી આકર્ષક પર્યટન કેન્દ્ર બનાવવાનનું લક્ષ્ય રાખ્યું છે.

વડા પ્રધાન આ ટ્રેનોને ગ્રીન સિગ્નલ બતાવશે

- 09103 કેવડિયાથી વારાણસી મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)

- 02927/28 દાદરથી કેવડિયા દાદર કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)

- 09247/48 અમદાવાદથી કેવડિયા, જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)

- 09145/46 કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન સંપર્કક્રાંતિ એક્સપ્રેસ (અઠવાડિયા 2 દિવસ)

- 09105/06 કેવડિયાથી રીવા, કેવડિયા રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)

- 09119/20 ચેન્નઈથી કેવડિયા, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)

- 09107/08 પ્રતાપનગરથી કેવડિયા મેમૂ ટ્રેન (દૈનિક)

- 09109/10 કેવડિયાથી પ્રતાપનગર મેમૂ ટ્રેન દૈનિક)

gujarat ahmedabad statue of unity narendra modi