PM મોદી કેવડિયા પહોંચ્યા,પહેલા નર્મદાની પુજા, પછી માતાના આશીર્વાદ લેશે

17 September, 2019 09:05 AM IST  |  Kevadia

PM મોદી કેવડિયા પહોંચ્યા,પહેલા નર્મદાની પુજા, પછી માતાના આશીર્વાદ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચ્યા ત્યારની તસવીર (PC : ANI)

Kevadia : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસ નિમિતે નર્મદા મૈયાની પુજા કરવા પહોંચ્યા હતા. જ્યા તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. તેમના સ્વાગત માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિનભાઇ પટેલ સહીતાઓ હાજર રહ્યા હતા. PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. 9:30 વાગ્યે મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા મૈયાની મહા આરતી કરશે.


મોદી કેવડિયામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે, આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69માં જન્મદિવસે નર્મદાના નીરના વધામણા કરીને નર્મદા નદીની મહાઆરતી કરશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને પણ સંબોધશે. આ ઉપરાંત તેઓ જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની પણ મુલાકાત લેશે અને તેની કામગીરીની સમીક્ષા કરશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

મોદીના આગમનને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પીએમ મોદીના કેવડિયામાં આગમનને પગલે એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્રારા રાઉન્ડ ધી કલોક ચેકિંગ હાથ ધરાયુ છે.

narendra modi