૧૬ વર્ષ બાદ ગુજકોક કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી, રાજ્યની સુરક્ષા વધશે

07 November, 2019 11:48 AM IST  |  Gandhinagar

૧૬ વર્ષ બાદ ગુજકોક કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી, રાજ્યની સુરક્ષા વધશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ (File Photo)

(જી.એન.એસ.) ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય એ માટે ૨૦૦૩માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો પસાર કરીને કેન્દ્રને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો, જે કાયદાને ૧૬ વર્ષ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે, જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ-અધિકારીઓને પૂરતું બળ પણ મળશે એવું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

ગુજરાત સરહદે આતંકી ગુનાખોરી નિવારવા મોટો ફાયદો થશે : પ્રદીપસિંહ
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે સંગઠિત ગુનાખોરી કે જેને કોઈ રાષ્ટ્રીય સીમાઓ લાગુ પડતી નથી એને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે એ માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે, જેને આજે મંજૂરી મળી છે. આ કાયદાના અમલથી સોપારી આપવી, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવાં, રક્ષણ માટે નાણાં વસૂલવા, નાણાકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પૉન્ઝી સ્કીમ અથવા મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

તો ઉપરાંત કોઈ પણ સ્વરૂપે થતા સાઇબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે-સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે એનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિનિકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેક્નૉલૉજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે એ સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.

gujarat ram nath kovind