રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છમાં ૫૦૦૦ વર્ષ જૂનું ધોળાવીરા જોયું

02 March, 2025 12:10 PM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

પ્રાચીન નગરરચના, સભ્યતા અને જળસંગ્રહની વિગતો જાણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી.

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે કચ્છમાં ખડીર બેટ પર આવેલા ૫૦૦૦ વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવસભ્યતાના તબક્કાવાર વિકાસ અને શ્રેષ્ઠ નગરઆયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.

રાષ્ટ્રપતિએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમ જ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. પ્રાચીન મણકા બનાવવાની ફૅક્ટરી, સુઆયોજિત પગથિયાંવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને રાષ્ટ્રપતિ અભિભૂત થયાં હતાં.

droupadi murmu kutch unesco gujarat news gujarat news history culture news