વેરાવળ : લોકસભાની ચૂંટણી પહેલા આહીર સમાજનું વિરોધ પ્રદર્શન

17 March, 2019 07:25 PM IST  |  વેરાવળ

વેરાવળ : લોકસભાની ચૂંટણી પહેલા આહીર સમાજનું વિરોધ પ્રદર્શન

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આહીર સમાજના લોકો

ચૂંટણી પહેલા હવે ગુજરાતનો વધુ એક સમાજ ભાજપની સામે પડ્યો છે. આ વખતે આહીર સમાજે હવે ભાજપ સામે રણશિંગુ ફૂંક્યું છે. ખનીજ ચોરીના કેસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે આહીર સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. વેરાવળમાં આજે આહીર સમાજનું શક્તિપ્રદર્શન સંમેલન યોજાયું. જેમાં રાજ્યભરમાંથી આહીર સમાજના લોકો હાજર રહ્યા છે.

આહીર સમાજના આ સંમેલનમાં ધારાસભ્ય વિક્રમ માડમ, અમરીશ ડેર, યુવા નેતા પ્રવીણ રામ હાજર રહ્યા. ભીખુ વારોતીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સંમેલનમાં હુંકાર કરાયો છે કે જો ભગવાન બારડનું સસ્પન્શન રદ નહીં થાય તો આખો આહીર સમાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપે.

હવે આહીર સમાજ ભાજપની સામે

ઉલ્લેખનીય છે કે વેરાવળ સેશન્સ કોર્ટે સૂત્રાપાડાના ખનીજ ચોરી કેસમાં ભગવાન બારડને થયેલી 2 વર્ષ 9 મહિનાની સજા પર સ્ટે આપ્યો છે. તેમ છતાંય વિધાનસભા અધ્યક્ષ દ્વારા ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ત્યારે આહીર સમાજ આ ઘટનાને કિન્નાખોરી ભર્યું પગલું ગણાવી રહ્યું છે. ભગવાન બારડના સસ્પેન્શનને કારણે સમગ્ર આહીર સમાજમાં રોષ ફેલાયો છે.ટ

આ પણ વાંચોઃ પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ સીટ બદલીને બનાસકાંઠાથી દાવેદારી કરી

ગુજરાત આહિર સમાજનાં ઉપપ્રમુખ ભીખૂભાઇ વારોતરીયાનાં અધ્યક્ષ પદે યોજાયેલા શક્તિ સંમેલનમાં જામનગર, દેવ ભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના આહીર સમાજના લોકો મોટી સંખ્યાંમાં જોડાયા છે.

gujarat Election 2019 news