વાયુ વાવાઝોડાને લઈને PM મોદીએ કર્યું ટ્વીટ,લોકોની સલામતી માટે પ્રાર્થના

12 June, 2019 03:51 PM IST  | 

વાયુ વાવાઝોડાને લઈને PM મોદીએ કર્યું ટ્વીટ,લોકોની સલામતી માટે પ્રાર્થના

વાયુ વાવાઝોડાને લઈને PM મોદીએ કર્યું ટ્વીટ

ગુજરાતમાં અત્યારે વાયુ વાવાઝોડનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાત સરકાર અત્યારે તમામ તકેદારીના પગલા લઇ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોના સુરક્ષિત રહેવા માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાને ટ્વીટમાં વાયુ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. તે સતત વાવાઝોડાને લઈને માહિતી સતત મેળવી રહ્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, 'તે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર સ્થાનિક સરકારની તમામ મદદ માટે તૈયાર છે. NDRFની ટીમો સતર્ક છે અને તમામ પ્રકારના સુરક્ષાના પગલા હાથ ધરવામાં આવ્યા છે.'

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિલોમીટરથી પણ ઓછા અંતરે છે. સુરક્ષાના ભાગરુપે તમામ પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત, સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વધતા વાવાઝોડા સાથે મોડી રાત્રે વિજળી પ્રવાહ પણ બંધ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડાના પગલે 3 લાખ કરતા વધારે લોકોનું સ્થળાંતર, 4 લોકોના મોત

આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. ગુજરાત સરકાર અનુસાર અત્યાર સુધી ગુજરાતના દરિયા કિનારાના 3,00,000 કરતા પણ વધારે લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા છે જ્યારે વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ 4 લોકોના મોત થયા છે.

gujarat gujarati mid-day