નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચશે

14 June, 2025 07:12 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આજે સવારે ૮.૩૦ વાગ્યે નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઘટનાસ્થળ અને ‌સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે.

નરેન્દ્ર મોદી

ગઈ કાલે બનેલી કાળમુખી પ્લેન-ક્રૅશની ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘અમદાવાદમાં થયેલી ત્રાસદીએ આપણને સ્તબ્ધ અને દુખી કરી દીધા છે. આ ઘટના હૃદયદ્રાવક છે. આ દુઃખની પળોમાં તમામ અસરગ્રસ્ત લોકો સાથે મારી સંવેદનાઓ છે. હું એ પ્રધાન અને અધિકારીઓના સંપર્કમાં છું જેઓ અસરગ્રસ્ત લોકોની મદદ માટે કામ કરી રહ્યા છે.’ આજે સવારે ૮.૩૦ વાગ્યે નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઘટનાસ્થળ અને ‌સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે. 

gujarat news narendra modi ahmedabad plane crash indian government