31 October, 2025 08:53 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાને ૧૨૨૦ કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ એકતાનગરમાં ૧૨૨૦ કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. તેમણે ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોને લોકાર્પણ કરી હતી. આ બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રિઝર્વ બૅન્ક દ્વારા ચલણમાં મૂકવા માટેના ૧૫૦ રૂપિયાના સ્મૃતિસિક્કા અને ખાસ ટપાલ-ટિકિટનું અનાવરણ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.