અમદાવાદ પહોંચ્યા PM મોદી, આજે સૈન્ય કમાંડર સંમેલનને કરશે સંબોધિત

06 March, 2021 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમદાવાદ પહોંચ્યા PM મોદી, આજે સૈન્ય કમાંડર સંમેલનને કરશે સંબોધિત

તસવીર સૌજન્ય એએનઆઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કેવડિયામાં સૈન્ય કમાન્ડરોની કૉન્ફ્રેન્સને સંબોધિત કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહેશે. ગુરુવારથી આ ત્રણ દિવસીય સમારોહ ગુજરાતના કેવડિયામાં થઈ રહ્યો છે, જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ સ્થાપિત છે.

અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદમાં પહોંચી ગયા છે. અમદાવાદ ઍરપૉર્ટ પહોંચવા પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ વિજય રૂપાણી અને ડિપ્ટી સીએમ નિતિન પટેલે તેની આગેવાની કરી. પીએમ આ દરમિયાન ચીન અને પાકિસ્તાનની સીમાઓ પર સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરશે અને સેનાના ત્રણેય અંગોની એકીકૃત કમાન બનાવવા મામલે પ્રગતિની સમીક્ષા પણ કરશે. આ પહેલી વાર છે જ્યારે કમાન્ડર કૉન્ફ્રેન્સમાં શીર્ષ અધિકારીઓ સાથે જવાન પણ ભાગ લઈ રહ્યા છે.ટ

આ કૉન્ફ્રેન્સમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રાલય તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારી શુક્રવારે હાજર થઈ ચૂક્યા છે. અહીં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, થળ સેના અધ્યક્ષ એમ એમ નરવાને, વાયુ સેના પ્રમુખ આર કે એસ ભદોરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ પણ સામેલ છે.

સંયુક્ત કમાન્ડરોના કાર્યક્રમમાં સામેલ થયા રક્ષા મંત્રી રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ સશસ્ત્ર દળોના સંયુક્ત કમાન્ડરોના વિવેચના સત્રમાં સામેલ થયા. ગુજરાતના કેવડિયામાં ચાલતા સંયુક્ત કમાન્ડર સંમેલન 2021માં આ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ ઇન્ફૉર્મેશનએ ટ્વીટ કર્યું, "રક્ષા મંત્રી, રાજનાથ સિંહ કેવડિયામાં ચાલતા સંયુક્ત કમાન્ડરોના સંમેલનમાં શીર્ષ સ્તરના સૈન્ય નેતૃત્વ સાથે સામેલ થયા. ઉદ્ઘાટન ભાષણમાં, રક્ષા મંત્રીએ દેશની રક્ષા અને સુરક્ષાને પ્રભાવિત કરનારા વ્યાપક પરિપ્રેક્ષ્યના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું."

અધિકારિક વિજ્ઞપ્તિ પ્રમાણે કેવડિયા પહોંચવાના તરત પછી રક્ષા મંત્રી દેશના લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ગયા. વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું કે રક્ષા મંત્રી બે વિવેચના સત્રોમાં સામેલ થયા. તેમણે દેશની સામે પેદા થતા સૈન્ય પડકારો અને તેની સામે લડી લેવામાં સેનાની મુખ્ય ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. સાથે જ ભવિષ્યમાં યુદ્ધની પ્રકૃતિમાં શક્ય ફેરફારનો પણ ઉલ્લેખ કર્યો. ચીની સેના સાથે પૂર્વી લદ્દાખમાં સીમા તણાવ દરમિયાન સૈનિકોના સાહસ અને બહાદૂરીના વખાણ કર્યા.

gujarat ahmedabad narendra modi