દિલ્હીમાં ગણેશ ચતુર્થીના દિવસે PM કરશે ગરવી ગુજરાતી ભવનનું ઉદ્ધાટન

21 August, 2019 06:47 PM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં ગણેશ ચતુર્થીના દિવસે PM કરશે ગરવી ગુજરાતી ભવનનું ઉદ્ધાટન

ગણેશ ચતુર્થીના દિવસે PM કરશે ગરવી ગુજરાતી ભવનનું ઉદ્ધાટન

ગણેશ ચતુર્થીના શુભ દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતીઓને મહત્વની ભેટ આપશે. દિલ્હીમાં એ દિવસે ગરવી ગુજરાતી ભવનનું ઉદ્ધાટન કરવામાં આવશે. દિલ્હીમાં તમામ રાજ્યોના ગેસ્ટહાઉસ છે. અને તેમાં એક ગુજરાત ભવન પણ છે. ત્યારે રાજ્ય સરકારની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારે રાજ્યને વધુ એક ભવનની ભેટ આપી છે. જેનું ઉદ્ધાટન ખુદ વડાપ્રધાન મોદી બીજી સપ્ટેમ્બરે કરશે.

131 કરોડના ખર્ચે બન્યું ભવન
ગુજરાત રાજ્ય સરકારના 131 કરોડના ખર્ચે આ ગરવી ગુજરાતી ભવન બન્યું છે. જે મામલે વાત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ' દિલ્હી ખાતે ગુજરાત રાજ્ય નો બીજો એક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું ઉદઘાટન બીજી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ સંસદ સભ્યો રાજ્ય સભાના સભ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના તમામ નેતાઓ હાજર રહેશે. ઉદઘાટન સમયે ગુજરાત સરકાર દ્વારા ખાસ પ્રકારનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે આ કાર્યક્રમ નો મહત્વનો ઉદ્દેશ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં વધારો થાય ગુજરાતની મુલાકાત લેવા લોકો આવે તે માટેનો રહેશે.'

દિલ્હીના અકબર રોડ પર બનાવેલ ગરવી ગુજરાત ભવન ના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતા તમામ ક્ષેત્રના કલાકારો દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અનેક સ્થળથી લોકો વાકેફ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગુજરાત રાજ્યના નવા બનેલા ગરવી ગુજરાત ભવનમાં કરવામાં આવી છે.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

ગરવી ગુજરાત ભવનની વિશેષતાઓ
ગરવી ગુજરાત ભવન ૧૩૧ કરોડના ખર્ચે બનેલું છે. જેમાં 19 જેટલા સ્વીટ રૂમ, 39 જેટલા સામાન્ય રૂમ, રેસ્ટોરન્ટ, પબ્લિક રૂમ, જીમ, યોગા સેન્ટર, 200 વ્યક્તિની કેપેસિટીના કોંફરન્સ રૂમ, ટેરેસ ગાર્ડન, લાયબ્રેરી અને આધુનિક સુવિધા સજ્જ ગુજરાતની કલા સંસ્કૃતિ પ્રમાણે કોતરણી પ્રમાણેનું બાંધકામ કરવામાં આવ્યું છે.

gujarat delhi narendra modi