23 May, 2025 12:07 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ઑપરેશન સિંદૂર પછી પ્રથમ વખત અમદાવાદ જનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સોમવાર ૨૬ મેએ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ-શો યોજાશે જેમાં અંદાજિત ૫૦,૦૦૦ જેટલા કાર્યકરો ઊમટશે. આ રોડ-શોના માર્ગમાં વિવિધ સમાજો દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે. આ રોડ-શો માટે અમદાવાદ BJP સંગઠને તૈયારીઓ શરૂ કરી છે. ૨૬-૨૭ મેના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ ૨૭ મેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.