માતા હીરાબાને મળવા પહોંચ્યા PM મોદી, આવતી કાલે અમદાવાદમાં કરશે મતદાન

04 December, 2022 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના માતા હીરાબેન મોદીને મળવા ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વડાપ્રધાન આવતી કાલે એટલે કે 5મી ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરશે. વડાપ્રધાન અમદાવાદની સાબરમતી વિધાનસભા મતવિસ્તારના મતદાર છે.

આ પહેલાં આ વર્ષે 27 ઑગસ્ટના રોજ પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર અચાનક માતા હીરાબેનને મળવા આવ્યા હતા. સાબરમતી નદી પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ અને ખાદી ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાદમાં પીએમ મોદી ગાંધીનગરના રાયસન વિસ્તારમાં માતાના ઘરે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: પટના હાઈકોર્ટે આ મામલે બિહાર પોલીસની ઝાટકણી કાઢી: સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

PM મોદી પ્રમુખસ્વામી મહારાજના જન્મદિન શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ ત્રીસ દિવસીય ઉત્સવનું આયોજન 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. આ ઉત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકર જમીનમાં ભવ્ય `પ્રમુખ સ્વામી મહારાજ નગર` બનાવવામાં આવી રહ્યું છે. અહીં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 

national news narendra modi gujarat election 2022 ahmedabad