વતનમાં વડાપ્રધાનઃ શોપિંગ ફેસ્ટિવલનું કર્યું ઉદ્ધાટન

17 January, 2019 07:01 PM IST  |  ગાંધીનગર

વતનમાં વડાપ્રધાનઃ શોપિંગ ફેસ્ટિવલનું કર્યું ઉદ્ધાટન

તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.જ્યાં તેમણે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું. દુબઈની તર્જ પર ગુજરાતમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થયુું છે. આ ફેસ્ટિવલ ફક્ત શોપિંગ માટે જ નહીં પરંતુ ડિસ્કાઉન્ટ માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. એટલે કે જે જે સામાનની ખરીદી કરશો તેના પર લાખોની કિંમતના ઈનામ જીતવાની તક પણ મળશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે.

જે પહેલા વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં SVP હૉસ્પિટલનું ઉદ્ધાટન કર્યું. જે રાજ્યની પ્રથમ પેપરલસ હૉસ્પિટલ છે. અમદાવાદની જાણીતી વી એસ હૉસ્પિટલનું 750 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુસેનાના સ્પેશિયલ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદઘાટન કર્યું. બાદમાં વડાપ્રધાન મોદીએ સીએમ વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે. એન. સિંઘ સાથે થીમ પેવેલિયનની પણ મુલાકાત લીધી.

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્રેડ શોનું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન સમયે તેમને આવકારવા માટે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રાજ્યપાલ કોહલી, જીતુ વાઘાણી તથા અમદાવાદનાં મેયર બિજલ પટેલ હાજર રહ્યાં હતાં.

narendra modi gujarat news