રાફેલ એક પ્રેમકથા- રાહુલ ગાંધીની આગમન પહેલા વલસાડમાં લાગ્યા પોસ્ટર

14 February, 2019 12:56 PM IST  |  વલસાડ

રાફેલ એક પ્રેમકથા- રાહુલ ગાંધીની આગમન પહેલા વલસાડમાં લાગ્યા પોસ્ટર

વલસાડમાં લાગ્યા અનિલ અંબાણાી- PM મોદીના પોસ્ટર

રાફેલ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાહુલ ગાંધીના ધરમપુરમાં આગમન પહેલા રાફેલ એક પ્રેમકથા લખાણ ધરાવતા પોસ્ટર જોવા મળી રહ્યા છે. યૂથ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં અનિલ અંબાણી અને વડાપ્રધાન મોદી એકબીજાને ગળે મળતા જોવા મળી રહ્યા છે. સાથે તે તેમાં શોલના જાણીતા ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના આગમન પહેલા લગાવવામાં આવેલા આ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા છે.

શું છે વિવાદ?
રાફેલ વિમાનની ખરીદીના સોદામાં ગરબડી થઈ હોવાનો કોંગ્રેસનો આરોપ છે. રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા એક ઈમેલઈલ બતાવીને દાવો કર્યો હતો કે રાફેલ ડીલ સાઈન કરવા માટે વડાપ્રધાન મોદી ફ્રાંસ પહોંચ્યા તેના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણી ફ્રાંસ પહોંચ્યા હતા અને રક્ષામંત્રી સાથે રાફેલ ડીલ મામલે વાત કરી હતી. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીએ રાફેલ ડીલ મામેલ અનિલ અંબાણી માટે વચેટિયા તરીકે કામ કર્યું હતું.

CAGના અહેવાલ બાદ કાગારોળ
રાફેલ ડીલ મામલે CAGના અહેવાલમાં ખુલાસો થયો હતો કે UPA સરકારના રાફેલ સોદા કરતા NDA સરકારનો રાફેલ સોદો સસ્તો હતો. જો આ સોદો 9 ટકા સસ્તો હોવાના NDA સરકારના દાવાને ફગાવવામાં આવ્યો છે. CAGના અહેવાલ બાદ ભાજપના ટોચના નેતૃત્વએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા જેનો જવાબ આપતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને બ્લફ માસ્ટર ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર વિપક્ષનો હલ્લાબોલ, સોનિયા ગાંધીએ કહ્યું: PM બ્લફમાસ્ટર

રાફેલ બન્યો ચૂંટણીનો મુદ્દો!
સુપ્રીમ કોર્ટના રાફેલ મામલે આવેલા નિર્ણય અને CAGના અહેવાલ બાદ પણ કોંગ્રેસ રાફેલ મુદ્દે ભાજપ પર હુમલાઓ કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને રાફેલ મામલે ખુલાસાઓ કરી રહ્યા છે. તો ભાજપ પર બચાવના મોડમાં નજર આવી રહ્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે રાફેલ જાણે ચૂંટણી મુદ્દો બની ગયું છે.

gujarat Gujarat Congress surat anil ambani narendra modi rahul gandhi