હેમંત ચૌહાણની કૉન્ગ્રેસના નેતાઓ સાથે તસવીર વાઇરલ થતાં હાહાકાર

23 August, 2019 10:21 AM IST  |  અમદાવાદ

હેમંત ચૌહાણની કૉન્ગ્રેસના નેતાઓ સાથે તસવીર વાઇરલ થતાં હાહાકાર

હેમંત ચૌહાણની કૉન્ગ્રેસના નેતાઓ સાથે તસવીર વાઇરલ થતાં હાહાકાર

ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણ સોમવારે બીજેપીના કાર્યાલય કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે બીજેપીનો ખેસ પણ ધારણ કર્યો હતો. બાદમાં તેમણે બુધવારે વિડિયો સંદેશ મારફત પોતે બીજેપીમાં જોડાયા ન હોવાનો ખુલાસો કર્યો હતો. હવે કૉન્ગ્રેસની કોઈ ઑફિસ ખાતે અને કૉન્ગ્રેસના નેતાઓ સાથે હેમંત ચૌહાણની તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરો ક્યારની છે એની કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે તસવીરો સામે આવી છે એ કૉન્ગ્રેસ ઑફિસની હોય એવું લાગી રહ્યું છે.
બીજેપીમાં જોડવાને લઈને રાજકારણ ગરમાતાં તેમણે બપોર પછી પોતાના ઘરે પત્રકારોને સંબોધ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન હેમંત ચૌહાણે પોતે બીજેપીમાં સક્રિય રીતે જોડાયો હોવાનો ઇનકાર કર્યો હતો તેમ જ પોતે ભજનના માણસ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેમને કૉન્ગ્રેસ ખેસ પહેરાવે કે પછી મુસ્લિમો ટોપી પહેરાવે તો પણ તેઓ પહેરી લે, કલાકારને કોઈ પક્ષ નથી હોતો.
ભજનિક હેમંત ચૌહાણના વાઇરલ થયેલા ફોટોમાં તેઓ કૉન્ગ્રેસની ઑફિસમાં નજરે પડી રહ્યા છે. જે હૅન્ડલ પરથી તસવીરો વાઇરલ થઈ છે એના પર લખવામાં આવ્યું છે કે પ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત ચૌહાણનું કૉન્ગ્રેસની ઑફિસ ખાતે સૂતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

ફોટોની અંદર જે ઑફિસ બતાવવામાં આવી છે એની દીવાલ પર સોનિયા ગાંધીની તસવીર છે. આ ઉપરાંત ઑફિસના સોફા અને પડદા પરથી એ કૉન્ગ્રેસની ઑફિસ હોવાનું લાગી રહ્યું છે. ફોટોમાં નજરે પડતા લોકો પણ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે. કૉન્ગ્રેસ કલ્ચર કમિટીના ચૅરમૅન દિનેશ પટેલે આ તસવીરો બાબતે જણાવ્યું હતું કે ‘હેમંત ચૌહાણ તાજેતરમાં અમારે ત્યાં આવ્યા હતા. અમે સૂતરની આંટી પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. કલાકાર તરીકે તેમને અન્યાય થતો હોવાનું જાણીને અમે તસવીરો પોસ્ટ કરી છે.’

gujarat Gujarat BJP Gujarat Congress