અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીથી આ રીતે બચો

05 April, 2019 05:12 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીથી આ રીતે બચો

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં સતત વધી રહેલી ગરમીના કારણે અમદાવાદમાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઉનાળાની બપોરમાં ગરમ હવાઓના કારણે સામાન્ય શહેરીજનો સતત મુશ્કેલીમાં મુકાયા છે. સતત ગરમીને કારણે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વધતી ગરમીના કારણે રાજકોટ પછી અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગયુ છે જ્યારે અન્ય શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રી ઉપર ગયું છે.

છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા તાપમાનના કારણે શહેરીજનો ગરમીનો ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં સવારથી જ ગરમ પવન શરૂ થઈ જાય છે. બપોરના સમયે પણ વ્યસ્ત રહેતા રસ્તાઓ ઉનાળામાં ગરમીના કારણે સૂમસામ દેખાઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષોના રેકોર્ડ ગરમીએ તોડ્યા છે

સરકાર દ્વારા વધતી ગરમીને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં લોકોને ગરમીથી બચવા અને તેનો સામનો કરવા સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

 

આ પણ વાંચો: લિઝા રૅઃજાણો કેવી રીતે અભિનેત્રીએ કેન્સરને આપી માત

 

ગરમીથી બચવા રાખો આ વાતનું ધ્યાન

- બહાર નીકળો ત્યારે સાથે પાણી રાખવું અથવા સાથે જ્યુસ પીવા જેનાથી શરીરને ઠંડક મળે
- શરીર બરાબર રીત ઢંકાય તે રીતના કપડાનો ઉપયોગ કરવો જેમા ખાસ કરી ને સુતરાઉ કપડાનો ઉપયોગ કરી શકો
-દિવસમાં ઓછામાં ઓછુ 12-15 ગ્લાસ પાણી પીવાનું રાખો.

gujarat