વાપીમાં ૧૬ માસની બાળકીની ઓપન હાર્ટ સર્જરી કરી ડૉક્ટરે નવજીવન આપ્યું

02 December, 2019 09:36 AM IST  |  Mumbai

વાપીમાં ૧૬ માસની બાળકીની ઓપન હાર્ટ સર્જરી કરી ડૉક્ટરે નવજીવન આપ્યું

પ્રતિકાત્મક તસવીર

વાપી હરિયા હૉસ્પિટલના હાર્ટ સર્જ્યન ડૉ. કલ્પેશ એસ. મલિકે હરિયા હૉસ્પિટલમાં દમણના ૧૬ મહિનાના બાળકને હૃદયમાં કાણું પડી ગયું હોવાથી તેનું વજન વધતું નહોતું. તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સૌથી નાના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરાઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
વાપી હરિયા હૉસ્પિટલના હાર્ટ સર્જ્યન ડૉ. કલ્પેશ એસ. મલિકે અત્યાર સુધીમાં અનેક બાળકોની હાર્ટ સર્જરી કરી છે. ગરીબ બાળકોને પણ રાહત દરે સર્જરી કરી આપવામાં આવી છે. ત્યારે હરિયા હૉસ્પિટલમાં દમણના ૧૬ મહિનાના બાળકને તેમના પરિવાજનો નિદાન માટે લાવ્યા હતા. આ બાળકને હૃદયમાં મોટું કાણું હોવાનું નિદાન થયું હતું, જેનું વજન ૬ કિલોગ્રામથી વધતું પણ નહોતું. બાળકને ઘણી વાર શ્વસનતંત્રના ચેપના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવું પડ્યુ હતું. બાળકના પરિવારએ હૉસ્પિટલના ડૉ. કલ્પેશ એસ. મલિક પાસે કન્સલ્ટેશનમાં માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉ. મલિકની ટીમે નાની વયના બાળકની સફળ હાર્ટ સર્જરી કરી હતી. બાળકનું સ્વાસ્થ્ય હાલમાં સારું છે. આ સફળતા માટે ડૉ. કલ્પેશ મલિકે કહ્યું હતું કે બાળકોના હૃદયની સર્જરી ખૂબ જ જટીલ હોય છે અને કોઈ પણ હૉસ્પિટલ માટે ખૂબ જ અગત્યનું મહત્ત્વ ધરાવે છે.

gujarat gujarati mid-day