આ વખતે ગોડાઉનમાં નહીં, ઑઇલ મિલમાં લાગી આગ

29 December, 2018 08:18 AM IST  |  ગોંડલ | રશ્મિન શાહ

આ વખતે ગોડાઉનમાં નહીં, ઑઇલ મિલમાં લાગી આગ

ગોંડલની ઓઈલ મિલમાં લાગી હતી આગ

ગોંડલની શ્રેયા પીનટ્સ ઑઇલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઑઇલ મિલમાં ગઈ કાલે આગ લાગી હતી, જે ઓલવવાનું કામ ગઈ કાલે સવારથી ચાલુ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. મગફળીમાં આગ લાગવાની ઘટના હવે ગુજરાતમાં રોજબરોજની બની ગઈ હોય એવો ઘાટ સર્જાઈ ગયો છે. છેલ્લા દોઢ વર્ષમાં મગફળીના ગોડાઉન અને ઑઇલ મિલોમાં આગ લાગી હોય એવી આઠ ઘટના ઘટી છે. ગઈ કાલે આ નવમી ઘટના હતી. ગઈ કાલે લાગેલી આગમાં ૧૦૦૦ ટન મગફળી બળી ગઈ હતી, જેની બજારકિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા થાય છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપ યોજશે 1 લાખ ખાટલા બેઠક

મગફળી સહિત અંદાજે આઠ કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ મૂકવામાં આવે છે, જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં લાગેલી આગમાં મગફળીના ગોડાઉન અને ઑïઇલ મિલોની નુકસાનીનો સંયુક્ત આંકડો ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનો છે.

gujarat news