વડાપ્રધાનના 70માં જન્મદિવસે સુરતની મહિલા ચિત્રકારે 70 બાળકો દત્તક લીધા

18 September, 2020 12:54 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાનના 70માં જન્મદિવસે સુરતની મહિલા ચિત્રકારે 70 બાળકો દત્તક લીધા

મિત્તલ સોજીત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે

17 સપ્ટેમ્બર 2020ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 70માં જન્મદિવસની ઉજવણી કરી. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી દેશમાં જુદી જુદી રીતે કરવામાં આવી. અનેક ઠેકાણે મોદી ચાહકોએ અનોખા અંદાજમાં તેમના જન્મદિવસી ઉજવણી કરી. સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ પણ અનોખા અંદાજમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. વડાપ્રધાનના 70માં જન્મદિવસે મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા છે અને એક અનોખી પહેલ કરી છે. સાથે જ સમાજમાં નવું ઉદાહરણ ઉભુ કર્યું છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીને મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયાએ દત્તક લીધા છે. તેઓ જ્યાં સુધી વિધાર્થીઓનું ભણતર ચાલુ રહેશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મદદ કરશે. તેમના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.

મિતલ સોજીત્રાએ જણાવ્યું હતું કે, મારી ઈચ્છા શિક્ષણ માટે કામ કરવાની અને જરૂરીયામંદ બાળકોને શક્ય હોય તેટલી મદદ કરવાની છે. એટલે જ મે વડાપ્રધાનના 70માં જન્મદિવસે 70 બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો. વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે "બેટી બચાઓ બેટી પઢાવો"નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

gujarat surat narendra modi happy birthday