ગુજરાતમાં વધી સિંહોની સંખ્યા, 600 જેટલા સિંહો વસવાટ કરતા હોવાની શક્યતા

20 April, 2019 05:16 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં વધી સિંહોની સંખ્યા, 600 જેટલા સિંહો વસવાટ કરતા હોવાની શક્યતા

(તસવીર સૌજન્યઃપ્રણવ નાયક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર)

વનવિભાગે ગઈ પૂમને કરેલી સિંહની વસતી ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે 600 સિંહો ગીરમાં વસવાટ કરે છે. ગીરમાં આ વખતની સિંહોની ગણતરીમાં 60 સિંહબાળ વધુ નોંધાયા છે.

ગયા વર્ષે 24 સિંહોના થયા હતા મોત
ગયા વર્ષે જીવલેણ વાયરસ અને અકસ્માતના કારણે સિંહોના મોત થતા વનવિભાગ ચિંતામાં મુકાયું હતું. દલખાણિયા રેન્જમાં ગયા વર્ષે થોડા જ સમયના અંતરમાં 24 સિંહોના મોત થયા હતા. જે બાદ વન વિભાગે સિંહોના સંરક્ષણ માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા, જે રંગ લાગવ્યા છે.

આ પણ જુઓઃ ગીરઃઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક

2015માં હતા 511 સિંહ
2015 જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 511 હતી. જે બાદ આ વર્ષે કરવામાં આવેલી ગણતરીમાં 60 સિંહબાળ વધુ નોંધાયા છે. જેનાથી વન વિભાગમાં રાહતનો માહોલ છે તો પર્યાવરણ પ્રેમીઓ પણ આનંદમાં છે.

gujarat