ટ્રાફિક દંડ માટે ખિસ્સામાં પૈસા નથીનું બહાનું નહીં ચાલે, આમ વસુલાશે દંડ

16 September, 2019 12:04 PM IST  |  Ahmedabad

ટ્રાફિક દંડ માટે ખિસ્સામાં પૈસા નથીનું બહાનું નહીં ચાલે, આમ વસુલાશે દંડ

Ahmedabad : આજથી એટલે 16 સપ્ટેમ્બર સોમવારથી ગુજરાતમાં ટ્રાફિક ભંગના નવા નિયમનો અમલ શરૂ થઇ ગયો છે. પણ આ નવા નિયમમાં મુકવામાં આવેલા આકરા દંડ સામે સામાન્ય જનતા હજુ નારાજ અને વિરોધ કરી રહી છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં નવા ટ્રાફિકના નિયમના વિરોધમાં સોની બજાર, પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે.

નવા કાયદાના પાલન માટે ટુંકી સમય મર્યાદા આપી હોવાનો લોકોનું રટણ
કાયદા પાલન માટે ટૂંકી સમયમર્યાદા આપી હોવાના કારણે લોકો કામધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે. પીયુસીથી માંડી હેલ્મેટમાં વધુ પૈસા પડાવાઈ રહ્યા છે. લોકો લૂંટાઈ રહ્યા છે છતાં સરકાર મૂકપ્રેક્ષક બની છે. પહેલાં ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લૂંટાયા હવે કાલથી ડોક્યુમેન્ટ નહીં હોય તો દંડ ભરીને લોકો લૂંટાશે.

જાણો ક્યા દંડની કેટલી રકમ છે

ટ્રાફિકનો નવો કાયદાનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. જોકે હજુ લોકો મુંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે.

ખિસ્સામાં પૈસા નથી તો વાંધો નહી,
E-Payment ની પણ સુવિધા ઉપ્લબ્ધ છે
બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ આધુનીક બની રહી છે. સ્થળ પર જ દંડ વસૂલાત સમયે વાહન ચાલક કેસ પૈસા નથી એમ કહી બહાના ના બતાવતા હોય છે. આ માટે હવે ટ્રાફિક પોલીસ પણ
point Of Sale મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરી દંડની વસૂલાત કરી શકે છે.

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાશે
ટ્રાફિક પોલીસના જણાવ્યાં અનુસાર, પહેલા ટ્રાફિકના નિયમો તોડવા પર કેસમાં દંડ વસૂલવામાં આવતો હતો. જેનાથી ઘણીવાર પોલીસ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતા હતા. આ વાતને ધ્યાનમાં લેતા ટ્રાફિક પોલીસ પોતાની પધ્ધતિને આધુનિક બનાવવા માંગે છે. એટલે દરેક વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાય છે. આ માટે 500થી વધારે કાર્ડ સ્વાઇપ મશીન લેવામાં આવશે. મશીન દ્વારા સ્પોટ ફાઇન લોકેશન રાખવામાં આવશે. સૌ પ્રથમ આ ટેકનીક અમદાવાદમાં ટ્રાય કરવામાં આવશે. અહીં સફળ થયા બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇપ મશીનો દ્વારા પેમેન્ટ લેવામાં આવી શકે છે.

gujarat