નીતિન પટેલનું ગુજરાતનું બજેટ, 2 લાખ રૂપિયાની આસપાસ હશે બજેટ

02 July, 2019 12:42 PM IST  | 

નીતિન પટેલનું ગુજરાતનું બજેટ, 2 લાખ રૂપિયાની આસપાસ હશે બજેટ

2 લાખ રૂપિયાની આસપાસ હશે બજેટ

આજથી ગુજરાતમાં વિધાનસભામાં ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. નાણાપ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણાપ્રધાન નીતિન પટેલ પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરે તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ખેડૂતો અને મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં લેવામાં આવશે વિજય રૂપાણી સરકારને કૉન્ગ્રેસ ઘણા મુદ્દે ઘેરવાના પ્રયત્નો કરશે. આવનારા 21 દિવસમાં ચાલનારા વિધાનસભા સત્રના પહેલા દિવસે નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. 2017 વાયબ્રન્ટ સમિટથી 42 લાખના અંદાજ સામે માત્ર 3 લાખ રોજગારી ઊભી થઈ

બજેટસત્ર રજૂ કરતા પહેલા નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે. આ બજેટ પ્રજાલક્ષી બજેટ હોવાના સંકેત આપ્યા હતા. કૉન્ગ્રેસ કિસાન યાત્રાનું આયોજન કર્યું છે જેના પગલે વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

આજે શરુ થનારા બજેટસત્ર વિજય રૂપાણી સરકાર માટે પડકારરૂપ રહેશે. ચોમાસા બજેટ સત્રમાં સરકાર 2019-20નું સંપૂર્ણ બજેટ જાહેર કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રના પહેલા દિવસ રજૂ થનારા બજેટમાં નીતિન પટેલ નવી જોગવાઈઓ, નીતિએ અને યોજનાઓ રજૂ કરવામાં આવશે. આ સિવાય 7 જેટલા બિલો પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટ સત્રમાં સુરત તક્ષશીલા કોમ્પલેક્ષમાં આગમાં મૃત્યુ પામેલા બાળકો અને ખેડૂતોની સ્થિતિ વિશે સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે.

Nitin Patel gujarati mid-day