ગુજરાતમાં ટ્રાફિકના નિયમો બદલાયા કે નહીં? ગડકરીના નિવેદનથી વધી મૂંઝવણ

11 September, 2019 03:45 PM IST  |  નવી દિલ્હી

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો બદલાયા કે નહીં? ગડકરીના નિવેદનથી વધી મૂંઝવણ

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો બદલાયા કે નહીં?

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ પડ્યો અને તેમાં થતા ભારે દંડના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જે વચ્ચે ગુજરાત સરકારે લોકોને રાહત આપવા માટે દંડની રકમ ઓછી કરી દીધી છે. જો કે તેના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 'મોટર વ્હીકલ સંશોધન એક્ટમાં કોઈ રાજ્ય ફેરફાર ન કરી શકે'. સાથે ગડકરીએ એમપણ કહ્યું કે, મે રાજ્યો પાસેથી જાણકારી લીધી છે. હજી સુધી કોઈ એવું રાજ્ય નથી, જેમાં કહેવામાં આવ્યું હોય કે તેઓ આ એક્ટને લાગૂ નહીં કરે. કોઈ પણ રાજ્ય તેનાથી બહાર ન થઈ શકે.

ગડકરીને થઈ ચુક્યો છે દંડ
સંશોધિત મોટર વ્હીકલ એક્ટ પર વાત કરતા ગડકરીએ કહ્યું કે, મને પણ વધુ ઝડપથી વાહન ચલાવવા માટે દંડ ભરવો પડ્યો છે. મુંબઈમાં બ્રાંદ્રા-વર્લી સી-લિંક પર થયેલી ભૂલ માટે મારે દંડ ભરવો પડ્યો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, આ નિર્ણય ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોને ટ્રાફિકના નિયમો અનુસરવા માટે પ્રેરિત કરવા માટે અને રસ્તાઓને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી લીધો છે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

રૂપાણી સરકારે કરી આવી જાહેરાત
સીએમ વિજય રૂપાણીએ નવા નિયમો અંગે પણ માહિતી આપી. જે મુજબ હવે લાઈસન્સ ન હોય તો વાહનચાલકોએ 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. અને જો વાહન ચલાવવા દરમિયાન તમારી પાસે લાઈસન્સ ન હોય તો 3 હજાર રૂપિયાનો દંડ થશે. સાથે જ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડ વસુલાશે. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે ખીસ્સામાં લાયસન્સ રાખવું જરૂરી નથી પરંતુ ડિજિટલી પુરાવો બતાવશો તો પણ ચાલશે. રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે.


gujarat nitin gadkari Vijay Rupani