કિંજલ દવેએ અમે ગુજરાતી લહેરી લાલા ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો

25 February, 2020 07:37 AM IST  |  Ahmedabad

કિંજલ દવેએ અમે ગુજરાતી લહેરી લાલા ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો

કિંજલ દવે - TOI

યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચ્યા હતા. ટ્રમ્પ અને મોદી ઍરપોર્ટ આયોજિત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ-શો થકી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાંથી પરત ઍરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થયા છે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યા છે એ જોઈને જનસૈલાબ ઊમટ્યો હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ ટ્રમ્પ ૩.૩૦ વાગ્યે આગરા જવા નીકળશે. મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઇનોમાં ઊભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન પહેલાં જસ્ટિન બીબરનાં સૉન્ગ વાગવા લાગ્યાં છે.

સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા’ ગીત પર ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યો. ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પર્ફોર્મન્સ આપ્યો હતો. તેમણે મોગલ આવે... સહિતનાં ગીતો પર પર્ફોર્મ કર્યું છે. કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પર્ફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પર્ફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સૂનો ગૌર સે દુનિયાવાલો...’ ગીત પર પર્ફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાઈને દર્શકોને મોજ કરાવી હતી.

gujarat ahmedabad donald trump narendra modi kinjal dave