નડિયાદ : કપડવંજ રોડ પર બસ પલ્ટી થતાં 20થી વધુને ઇજા

18 March, 2019 12:16 PM IST  |  નડિયાદ

નડિયાદ : કપડવંજ રોડ પર બસ પલ્ટી થતાં 20થી વધુને ઇજા

અકસ્માતબાદ ઇજાગ્રસ્તો સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા.

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ થતી રહે છે તેમાં વધુ એક. પ્રાઇવેટ લક્ઝરી બસ પલ્ટી જતાં બસમાં સવાર 20 વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. માહિતી મળતાં ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલેન્સ 108 દ્વારા બોલાવાઈ હતી.

મળતી માહિતી મુજબ બસમાં સવાર મુસાફરો મીનવાડાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે જ મહુધા-ભાનેર રોડ ઉપર ફલોલી ગામ નજીકથી પસાર થતા લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. તેને કારણે બસ રોડની સાઈડમાં આવેલ ખાડામાં ઊંધી વળી જતાં બસમાં સવાર લગભગ તમામ મુસાફરોને ઇજા થઈ હોવાની આશંકા છે. જો કે ઘટનાની જાણ કરાતાં 108 પરથી 5 ગામડાંઓમાંથી 5 એમ્બ્યુલેન્સ આવી પહોંચી.

108 પર એમ્બ્યુલન્સ માટે ફોન કરાતાં મહુધા, નડિયાદ, કપડવંજ, લસુન્દ્રા અને હલ્દરવાસ એમ પાંચ જુદાં જુદાં ગામડાંમાંથી 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહુધા અને કઠલાલ હોસ્પિટલમાં લઈ જવાયા. ઘટનાને પગલે મહુધા અને કઠલાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત લોકોમાં એક બહેન સગર્ભા હતા અને એક ભાઈને પગે ફ્રેક્ચર થયેલ.

આ પણ વાંચો : સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

gujarat