અમદાવાદી યુવાને યુઝ કરેલ #myAmdavadshot બન્યું ટ્રેન્ડિંગ ટોપિક

17 April, 2019 03:14 PM IST  |  અમદાવાદ

અમદાવાદી યુવાને યુઝ કરેલ #myAmdavadshot બન્યું ટ્રેન્ડિંગ ટોપિક

યુથમાં સોશિયલ મીડિયાનો જબરજસ્ત ક્રેઝ છે. કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા ટાઈમપાસનું સાધન છે, તો કેટલાક લોકો તેનો ક્રિએટવ ઉપયોગ કરીને પોતાનું કામ કાઢી લે છે. એટલે સુધી કે સોશિયલ મીડિયાથી ઘરે બેસીને પૈસા પણ રળી શકાય છે. બસ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે નક્કી કરવાનું છે.

તાજેતરમાં જ અમદાવાદના એક યુવાને પણ આખા દેશમાં પોતાના ટ્વિટની નોંધ લેવડાવી. ઘટના કંઈક એવી છે કે અમદાવાદના અમિત પંચાલે ઉપયોગ કરેલો હેશ ટેગ આખા ભારતમાં ટ્વિટર પર ટ્રેન્ડિંગ બન્યો. અમિત પંચાલે કેટલાક દિવસો પહેલા #myAmdavadshot હૅશ ટેગનો ઉપયોગ કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય એવો હતો કે આ હૅશ ટેગથી સર્ચ કરવાથી અમદાવાદ વિશેના ફોટોઝ એક સાથે મળી જાય. એટલે કે જો કોઈ વ્યક્તિએ અમદાવાદના સારા ફોટોઝ ક્લિક કર્યા હોય તો તે શૅર કરતા સમયે #myAmdavadshot ટેગનો ઉપયોગ કરે, તો ફોટોઝ એક સાથે મળી જાય.

 

અમિત પંચાલનો આ વિચાર રંગ લાવ્યો અને 12 એપ્રિલે ટ્વિટર પર અમદાવાદની સાથે સાથે મુંબઈ, પૂણે સહિતના શહેરોમાં આ હૅશટેગ ટોપ ટેનમાં ટ્રેન્ડિંગ બન્યો હતો. અમદાવાદી યુવાન અમિત પંચાલ ડિજિટલ માર્કેટિંગ કન્સલટન્ટ છે, અને તેઓ જુદા જુદા ટ્વિટ રેગ્યુલર કરતા જ રહે છે.

ahmedabad gujarat news