ક્લિયર, ઓરેવાએ ઝૂલતા પુલના મેઇન્ટેનન્સનું કોઈ કામ કર્યું નહોતું

23 November, 2022 09:43 AM IST  |  Rajkot | Rashmin Shah

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાનું કારણ જાહેર કરતાં ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે કેબલ સહિત નટ-બોલ્ટ અને બીજાં જૉઇન્ટ્સ સાવ જ કટાઈ ગયેલાં હતાં

મોરબી પુલ વિશેનો ‘મિડ-ડે’નો બીજી નવેમ્બર ૨૦૨૨નો અહેવાલ

બીજી નવેમ્બરે જ ‘મિડ-ડે’એ કહી દીધું હતું કે કાટ ખાઈ ગયેલો કેબલ મોરબીના ઝૂલતો પુલ તૂટવાનું કારણ હોઈ શકે. ફૉરેન્સિણક સાયન્સ લૅબોરેટરી પાસેથી મળેલી એ એક્સક્લુઝિવ માહિતી હવે ઑન-પેપર આવી ગઈ છે કે કટાઈ ગયેલા નટ-બૉલ્ટ અને કેબલને લીધે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો.  

ગઈ કાલે ફૉરેન્સિતક સાયન્સ લૅબોરેટરીએ મોરબી કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ ઝૂલતા પુલનું રિનોવેશન યોગ્ય રીતે થયું નહોતું અને બધો જૂનો સામાન વપરાયો હોવાથી નટ-બોલ્ટથી માંડીને કેબલમાં પણ કાટ લાગી ગયો હતો. આ જ વાત પુલ તૂટ્યાના ત્રીજા દિવસે ‘મિડ-ડે’એ પણ કરી હતી અને કહ્યું હતું કે પુલના કેબલને લાગેલા કાટને કારણે એક બાજુનો કેબલ તૂટ્યો હતો.

આ પણ વાંચો : ઝૂલતો પુલ નહીં, કેબલ તૂટ્યો હતો

આવેલા ફૉરેન્સિબક રિપોર્ટમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કંપનીને (એટલે કે ઓરેવાને) પુલના રિનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું એ કંપનીએ કામની બાબતમાં ગંભીરતા દાખવી નથી અને ‘દસકાઓથી પુલને કશું થયું નથી તો હવે કશું થશે નહીં’ એવા ઓવર-કૉન્ફિ ડન્સ વચ્ચે તેમણે રિનોવેશનમાં માત્ર બાહ્ય દેખાવ પર જ ધ્યાન આપ્યું હતું.

ટિકિટની બાબતે પણ ઘોર બેદરકારી

ફૉરેન્સિલક રિપોર્ટનું તો એ કામ નથી, પણ પુલ પર વજન કેવી રીતે વધ્યું એનો સર્વે કરવો જરૂરી હતો એટલે ફૉરેન્સિનક સાયન્સ લૅબોરેટરીના અધિકારીઓએ ૩૦ ઑક્ટોબરે કેટલી ટિકિટ આપવામાં આવી હતી એની ઇન્ક્વાયરી કરી હતી. આ ઇન્ક્વાયરીમાં જાણવા મળ્યું હતું કે એ એક દિવસ દરમ્યાન પુલ પર જવા માટે અધધધ કહેવાય એટલી ૩૧૬પ ટિકિટ વેચવામાં આવી હતી, તો ટિકિટ આપવા માટે રાખવામાં આવેલા બે કર્મચારીઓને પુલ વિશે કશી ગતાગમ નહોતી અને એ બન્ને વચ્ચે કોઈ જાતનું તાદાત્મ્ય પણ નહોતું.

બન્ને ટિકિટ આપવા અને પૈસા લેવા સિવાયનું કોઈ કામ જાણતા નહોતા એવું સ્ટેટમેન્ટ બન્ને ટિકિટ કર્મચારીઓએ આપ્યું છે.

આ આખી ઘટનાનું તાત્પર્ય એટલું નીકળે છે કે ઝૂલતા પુલની ઘટના એ સંપૂર્ણ માનવપ્રેરિત ઘટના છે.

gujarat gujarat news rajkot morbi Rashmin Shah