વડોદરામાં અરવિંદ કેજરીવાલ સામે ગૂંજ્યા `મોદી મોદી` ના નારા, જુઓ પછી શું થયું

20 September, 2022 03:08 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

`મોદી મોદી`ના નારાના ગુંજન બાદ આપના કાર્યકર્તાઓએ `કેજરીવાલ કેજરીવાલ`ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસ માટે વડોદરા પહોંચ્યા છે. જ્યાં તેઓ એક ટાઉન હૉલ કાર્યક્રમને સંબોધિત કરશે. 

અરવિંદ કેજરીવાલ

આગામી કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાને રાખી વિભિન્ન દળના નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. જેમાંની એક પાર્ટી AAP (આમ આદમી પાર્ટી) છે. આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. આપ નેતા અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર હાજર લોકોએ `મોદી મોદી`ના નારા લગાવ્યા હતાં. જેનાથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ થોડા અસહજ થઈ ગયા હતાં, જો બાદમાં તે હસતા મુખે આગળ વધી ગયા હતાં. 

`મોદી મોદી`ના નારાના ગુંજન બાદ આપના કાર્યકર્તાઓએ `કેજરીવાલ કેજરીવાલ`ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસ માટે વડોદરા પહોંચ્યા છે. જ્યાં તેઓ એક ટાઉન હૉલ કાર્યક્રમને સંબોધિત કરશે. 

કેજરીવાલ જેવા એરપોર્ટથા બહાર નિકળ્યા કે અચાનક ત્યાં હાજર રહેલા લોકોએ `મોદી મોદી`ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. એરપોર્ટના ગેટ પર આપના કાર્યકર્તાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક ભાજપ સમર્થકોએ `મોદી મોદી`નારા લગાવ્યા હતાં. જો કે જોતાં જ અરવિંદ કેજરીવાલ થોડા સમય માટે અસહજ થઈ ગયા હતાં. પરંતુ બાદમાં તુરંત જ તેમણે આપના કાર્યકર્તાને મહત્વ આપી તેમનુ અભિવાદન કર્યુ અને ફોટો સેશન શરૂ થઈ ગયું હતું. ભાજપ શાસિત ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. 

આ પણ વાંચો:Mumbai: બે સપ્તાહમાં નારાયણ રાણેના ગેરકાયદે બાંધકામને તોડી પડાશે, જાણો વિગતો

gujarat news arvind kejriwal vadodara gujarat politics