ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

20 September, 2021 11:55 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડ્યો સારો વરસાદ

પ્રતીકાત્મક તસવીર

ચોમાસાની શરુઆતમાં ગુજરાતમાં વરસાદનું કોઈ નામ-નિશાન નહોતું. તે જોતા લાગતુ હતું કે, આ વર્ષે પાણીની અછત સર્જાશે. જોકે, સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી જ વરસાદની પણ શરુઆત થઈ છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ ૧૯ ટકા રહી છે. હવે આગામી ત્રણથી ચાર દિવસ પણ બારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ ઘટ પણ નહીં રહે તેવી શક્યતા લાગે છે.

હવામાન વિભાગના જણાવ્યા પરમાણે, હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હ‌ળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેને લીધે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે.

રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ૪૭ ટકા ઘટ દાહોદમાં છે. અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે ૮ જિલ્લામાં પાંચથી ૪૫ ટકા વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ૪૫ ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.

gujarat gujarat news Gujarat Rains