લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે કરવામાં આવે પ્રતિબંધિત- ગુજરાત HC

11 May, 2021 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું. 

ગુજરાત હાઇકૉર્ટ (ફાઇલ ફોટો)

કોરોનાના સતત વધતા કેસને જોતાં ગુજરાતમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. દરમિયાન ભરૂચની પટેલ હૉસ્પિટલમાં આગ લાગ્યવાની ઘટના ઘટી. ત્યારે હાઇકૉર્ટે લગ્ન અને ધાર્મિક કાર્યક્રમ તેમજ હૉસ્પિટલમાં આગ આ બન્ને મામલે આજે ઑનલાઇન સુનાવણી કરી. આ સુનાવણીમાં હાઇ કૉર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું. સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવાના નિર્દેશ આપ્યા. આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું. 

સરકારને 24 કલાક પહેલા આપવું પડશે સોગંદનામું
નામદાર કોર્ટમાં મોટા ભાગના વકીલોએ જણાવ્યું કે સરકાર સુનાવણીની આગલી રાતે સોગંદનામુ રજૂ કરે તો તેમને અભ્યાસ કરવા માટે સમય ઓછો મળે છે, તેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલા સોગંદનામુ રજૂ કરે તેવી અપીલ સાથે આજની સુનાવણી સમાપ્ત કરવામાં આવી.

એડ્વોકેટ શાલીન મહેતાએ સરકારને અપીલ કરી છે કે લગ્ન અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કારણકે કેસની સંખ્યા ઓછી થઈ છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ એકઠી થાય છે જેથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. આ કારણે આ બધું બંધ થવું જોઈઇ.

gujarat gujarat high court coronavirus covid19